29.4 C
Gujarat
Thursday, July 16, 2026
Home HeadLines Axar Maha Wedding: ભારતીય ક્રિકેટર અક્ષર પટેલે કર્યા લગ્ન, પત્ની મેહાએ શેર...

Axar Maha Wedding: ભારતીય ક્રિકેટર અક્ષર પટેલે કર્યા લગ્ન, પત્ની મેહાએ શેર કર્યો વીડિયો

0
175

ભારતીય ક્રિકેટર અક્ષર પટેલ ગુરુવારે વડોદરામાં મહા પટેલ સાથે લગ્નના બંધનમાં બંધાયો. અક્ષર પટેલની પત્ની મેહા પટેલે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લગ્નના કેટલાક વીડિયો શેર કર્યા છે.

લગ્ન માટે ODI શ્રેણીમાંથી બ્રેક લીધો હતો
જણાવી દઈએ કે ઓલરાઉન્ડર અક્ષર પટેલે લગ્ન માટે ન્યુઝીલેન્ડ સામેની વનડે સીરીઝમાંથી બ્રેક લીધો છે. અક્ષર અને મેહાના લગ્નના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેના ચાહકો પણ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડરને સોશિયલ મીડિયા પર અભિનંદન આપી રહ્યા છે.

કોણ છે અક્ષર પટેલની પત્ની મેહા પટેલ?
તમને જણાવી દઈએ કે અક્ષર પટેલની પત્ની મેહા પટેલ ન્યુટ્રિશનિસ્ટ અને ડાયટિશિયન છે. ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર અક્ષર પટેલે 20 જાન્યુઆરીએ પોતાના જન્મદિવસે મેહા પટલેને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.

જાણો, અક્ષર પટેલની ક્રિકેટ કારકિર્દી
અક્ષર પટેલે 2014માં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું. તેણે અત્યાર સુધીમાં 8 ટેસ્ટ, 49 વનડે અને 40 ઈન્ટરનેશનલ ટી20 મેચ રમી છે. જેમાં તેણે અનુક્રમે 47, 56 અને 37 વિકેટ લીધી છે. તે હાલમાં ટીમ ઈન્ડિયાનો મહત્વનો ખેલાડી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!