31 C
Gujarat
Thursday, July 16, 2026
Home ગુજરાત અરવલ્લી : દારૂડિયો પતિ રાત્રે પત્ની અને બાળકોને મારી નાખવા પાછળ પડતા...

અરવલ્લી : દારૂડિયો પતિ રાત્રે પત્ની અને બાળકોને મારી નાખવા પાછળ પડતા નિઃસહાય મહિલા માટે 181 અભયમ આશીર્વાદ રૂપ બની

0
182

અરવલ્લી જીલ્લામાં 181 અભયમ હેલ્પલાઈન ગૃહ કંકાશમાં અનેક ઘર તૂટતાં બચાવવામાં સંજીવની સાબિત થઇ રહી છે જીલ્લામાં પીડિત મહિલાઓ અને યુવતીઓ માટે આશીર્વાદ રૂપ બની છે મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક નશેડી પતિએ મોડી રાત્રીએ નશામાં ધૂત બની તેની પત્નીને મારી નાખવા દોડતા મહિલા મોડી રાત્રે ઘર છોડી રોડ પર બાળક સાથે નીકળી પડતા ખેતરમાં કામ કરતા જાગૃત નાગરિકે 181 અભયમ હેલ્પલાઈનને ફોન કરતા કાઉન્સિલર ચેતના ચૌધરી અને તેમની ટીમ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી મહિલા અને તેના બાળકોને સુરક્ષિત રીતે પિયરમાં મૂકી કાર્યવાહી હાથધરી હતી

દારૂના ખપ્પરમાં અનેક પરિવારો બરબાદ થઇ ચુક્યા છે મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક પતિ દારૂ પી બેફામ બની છેલ્લા એક વર્ષથી મહિલાને શારીરિક અને માનસિક ત્રાસ આપતા પતિ વિરુદ્ધ બે વાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હોવા છતાં જાણે કાયદાનો ડર જ ન હોય તેમ બેફામ બનેલા પતિએ બુધવારે રાત્રે 10 વાગ્યાના સુમારે દારૂના નશામાં બેફામ બની મહિલા સાથે ઝગડો કરી ત્રાસ આપી ઘરમાથી કાઢી મૂકી પથ્થર લઈ મારી નાખવા દોડતા મહિલા તેના બાળકોનો જીવ બચાવવા ઉઘાડા પગે ઘરેથી નીકળી ગઈ હતી ઉંડવા રોડ પર પહોંચતા મોડી રાત્રે ઠંડીમાં ઠૂંઠવાતાં બાળકો સાથે મહિલા પર નજીક ખેતરમાં કામ કરતા ખેડૂત ને જતા 181 અભયમ હેલ્પલાઈન જાણ કરી હતી

અરવલ્લી જીલ્લા 181 અભયમ હેલ્પલાઈનના કાઉન્સિલર ચેતના ચૌધરી મોડી રાત્રે તેમની ટીમ સાથે સ્થળ પર પહોંચી મહિલાનું કાઉન્સલીંગ કરી મહિલાએ પિયરમાં રહેવાનું જણાવતા મહિલા અને તેના બાળકોને સુરક્ષિત રીતે પિયરમાં મૂકી આવ્યા હતા જાગૃત ખેડૂત અને અભયમ હેલ્પલાઈનની મદદથી અનિચ્છનીય ઘટના બનતી અટકી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!