31 C
Gujarat
Thursday, July 16, 2026
Home ગુજરાત અરવલ્લી : મેઘરજના પંચાલ રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં 5...

અરવલ્લી : મેઘરજના પંચાલ રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં 5 વર્ષની બાળકીનું કમકમાટી ભર્યું મોત,પરિવારજનોનો આક્રંદ CCTV જુઓ

0
199

મેઘરજ નગરમાં વાહનચાલકો બેફામ ગતિએ વાહનો હંકારતા અકસ્માતની ઘટનાઓ છાસવારે બનતી રહે છે મેઘરજ પંચાલ રોડ પર વધુ એક અકસ્માત ની ઘટના સામે આવી છે મેઘરજના પંચાલ રોડ પર આવેલી સેંટ ઝેવિયર્સ હાઇસ્કૂલ નજીક હિટ એન્ડ રનની ઘટનામાં એક કારે બાળકીને ટક્કર મારી ફરાર થઇ જતા પાંચ વર્ષીય બાળકીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અકસ્માત સર્જી ફરાર કાર નજીક લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી

મેઘરજની નીલકંઠ સોસાયટી માં રહેતા જયેશ ભાઈ કાંતિ ભાઈ પાંડોર ની દીકરી ચોકલેટ અપાવવા ગયેલા સંબંધી યુવક સાથે રસ્તો ક્રોસ કરી રહેલી બાળકી અને યુવક ને પંચાલ તરફ થી માતેલા સાંઢ ની જેમ આવી રહેલી ડસ્ટર કાર દ્વારા બંને ને ટક્કર મારતાં ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી ત્યારે ડસ્ટર કાર ટક્કર મારી ભાગી છુટતા નજીક માં આવેલા એક દુકાન ના સીસીટીવી માં કેદ થઈ હતી,જ્યાં બંને ઇજગ્રતો ને દવાખાને ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે બાળકી ને મૃત જાહેર કરતા પરિવાર માં માતમ છવાયો હતો,ત્યારે પંચાલ રોડ પર સાંજ પડતા જ અંધકાર છવાઈ જાય છે એક પણ સ્ટ્રીટ લાઈટ આ રસ્તા પર રાત્રી ના સુમારે ચાલુ જોવા મળતી નથી ત્યારે સ્પીડ બ્રેકર જંપ પણ શોભા ના ગાંઠિયા સમાન બની રહ્યા છે સ્થાનિકો માં થતી ચર્ચા મુજબ રાજસ્થાન થી ગુજરાત માં અંગ્રેજી દારૂ ઘુસાડવા માટે આ રસ્તો બૂટલેગરો માટે મખમલી ચાદર જેવો છે અને બાળકી ને ટક્કર મારીને ફરાર થયેલી કાર પર ના કાચ પર પણ કાળી ફિલમ લગાવેલી હતી તેમજ કાર બરોડા પાસિંગ ની હતી તેવું નગર માં જોનારા લોકો માં ચર્ચાઓ થઈ રહી છે.

મેઘરજ નગરના પંચાલ રોડ પર અવાર નવાર બાઈક રેસ ના નજારા સામાન્ય બાબત બની ગયા છે તદ ઉપરાંત સ્થાનિક પોલીસ ની મીઠી નજર હેઠળ પ્રાઇવેટ વાહન ચાલકો વાહનો ની છત પર મુસાફરો ને બેસાડી મુસાફરી કરાવી છપ્પર ફાડ કમાણી પણ કરી રહ્યા છે ટુંક માં ટ્રાફિક સમસ્યા આ રોડ પર દિવસે ને દિવસે વિકરાળ બની રહી છે અને નિર્દોષ લોકો તેનો ભોગ બની રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!