અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગનો અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ અદાણી ગ્રૂપની કંપનીના શેરોને ત્રાટકેલી સુનામીએ ગૌતમ અદાણીના સામ્રાજ્યને હચમચાવી નાખ્યું છે. લેટેસ્ટ ડેટા અનુસાર ગૌતમ અદાણી હવે દુનિયાના 20 સૌથી ધનિક લોકોની યાદીમાંથી બહાર થઈ ગયા છે.
અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગનો હિંડનબર્ગ રિપોર્ટ પ્રસિદ્ધ થયા બાદ અદાણી ગ્રૂપની કંપનીના શેરોને ત્રાટકેલી સુનામીએ ગૌતમ અદાણીના સામ્રાજ્યને હચમચાવી નાખ્યું છે. દરેક પસાર થતો દિવસ તેની નેટવર્થમાં મોટો ઘટાડો લાવી રહ્યો છે. લેટેસ્ટ ડેટા અનુસાર ગૌતમ અદાણી હવે દુનિયાના 20 સૌથી ધનિક લોકોની યાદીમાંથી બહાર થઈ ગયા છે.
ફેસબુકના માર્ક ઝકરબર્ગથી પણ પાછળ
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણીની નેટવર્થમાં થયેલા ઘટાડાને કારણે તેઓ હવે અબજોપતિઓની યાદીમાં 21મા સ્થાને સરકી ગયા છે. તેમની નેટવર્થ ઘટીને $61.3 બિલિયન થઈ છે અને છેલ્લા 24 કલાકમાં તેમણે $10.7 બિલિયન ગુમાવ્યા છે. શેરના ઘટાડાને કારણે સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે ગૌતમ અદાણી હવે ફેસબુકના માર્ક ઝકરબર્ગથી પાછળ રહી ગયા છે. ઝકરબર્ગની કુલ નેટવર્થ $69.8 બિલિયન છે અને તે આ યાદીમાં 13મા નંબરે પહોંચી ગયો છે.