31 C
Gujarat
Thursday, July 16, 2026
Home ક્રાઇમ અરવલ્લી : મોડાસા ટાઉન પોલીસે બિલ્લાગેંગના બે આરોપીને ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી,...

અરવલ્લી : મોડાસા ટાઉન પોલીસે બિલ્લાગેંગના બે આરોપીને ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી, ત્રણ બાઈક ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલાયો

0
211

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ મોડાસા ટાઉન પોલીસે શહેરમાં બાઈક ચોરીના ગુન્હા આચરતી ગેંગને ઝડપી પાડવા દોડાદોડી કરી રહી છે આણંદ જીલ્લાના બાપોદ પોલીસે બાઈક ચોરીના ગુન્હામાં બિલ્લા ગેંગના મુખિયા અને સાગરીતને દબોચી લેતા બિલ્લા ગેંગ મોડાસા શહેરમાં બે બાઈક ચોરીના ગુન્હાને અંજામ આપ્યાનું બહાર આવતા ટાઉન પોલીસે બિલ્લા ગેંગના બંને આરોપીને ટ્રાન્સફર વોરંટના આધારે ઝડપી પાડી વધુ એક બાઈક ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી 80 હજારની ત્રણ બાઈક રીકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

મોડાસા ટાઉન પીઆઇ ડી.કે.વાઘેલા અને તેમની ટીમે શહેરમાં બાઈક ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવા નેત્રમ સહીત બાતમીદારો સક્રિય કરવા છતાં બાઈક ચોર ગેંગ પકડથી દૂર હતી શહેરમાં બાઈક ચોરી કરતી બિલ્લા ગેંગનો મુખિયા કઉં-કુકરીનો હુસેન ઉર્ફ બિલ્લો યાસીન ભટ્ટી અને રાજ્સ્થાનના માલકોલડાના શાંતિલાલ ઉર્ફે સોનુ લક્ષ્મણ પારઘીને બાપોદ પોલીસે દબોચી લેતા ટાઉન પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી શહેરના જુદા-જુદા વિસ્તારમાંથી ચોરી કરેલ ત્રણ બાઈક મળી રૂ.80 હજારના મુદ્દમાલની ત્રણ બાઈક રિકવર કરી ત્રણ બાઈકચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી બંને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!