30 C
Ahmedabad
Monday, May 29, 2023

અરવલ્લી : Spelling લખવામાં ભૂલ થતા વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે દંગલ,મેઘરજ પી.સી.એન હાઈસ્કૂલની ઘટના, પોલીસ દોડી


અરવલ્લી જીલ્લાના મેઘરજ નગરની જાણીતી શૈક્ષણિક સંસ્થાની પી.સી.એન. હાઈસ્કૂલમાં સ્પેલિંગ લખવા જેવી સામાન્ય બાબતમાં બે વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે હાઈસ્કૂલના દરવાજા બહાર મારામારી થતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા વિદ્યાર્થીઓના વાલીઓ પણ મોટી સંખ્યામાં પહોંચતા વાતાવરણમાં તંગદિલી છવાઈ હતી જો કે મેઘરજ પોલીસ તાબડતોડ હાઈસ્કૂલ પહોંચી મામલો થાળે પાડ્યો હતો સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યા પછી બંને જૂથ વચ્ચે સમાધાન થતા નગરજનોએ હાશકારો અનુભવ્યો હતો

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, મેઘરજ પીસીએન હાઈસ્કૂલમાં સ્પેલિંગ લખવામાં ભૂલ થવા જેવી સામાન્ય બાબતમાં વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે છેલ્લા બે દીવસથી સામાન્ય બોલાચાલી થઇ રહી હતી શુક્રવારે સવારે બંને જૂથ વચ્ચે દંગલ થતા સામસામે મારામારી પર ઉતરી આવતા ભારે અફરાતફરીનો માહોલ ફેલાયો હતો હાઈસ્કૂલ દરવાજા આગળ બે વિદ્યાર્થીઓનું જૂથ બાખડયું હોવાની વાત નગરમાં વાયુવેગે ફેલાતો સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝગડો થયો હોવાની માહિતી પોલીસને મળતા તાબડતોડ હાઈસ્કૂલ પહોંચી મામલો થાળે પાડી બંને જૂથના વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશન લઇ ગયા પછી બંને જૂથ વચ્ચે સમાધાન થયું હતું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!