36 C
Ahmedabad
Saturday, April 20, 2024

ક્રૂર માલિક : ફિલ્મી કલાકાર જીતુ પંડ્યા FB LIVE કરી નિઃસહાય બે ડોગને કઈ રીતે મદદરૂપ બન્યા વાંચો, મોડાસા શહેરની ઘટનાથી સમસમી ઉઠશો


મોડાસા કાર્યક્રમમાં આવેલા જીતુ પંડ્યાની સિયાઝ કારને તરછોડી દીધેલ બે કુતરાએ રાઉન્ડ અપ કરી લેતા કલાકારે કાર ઉભી રાખી મદદ કરી
બે પાલતુ કૂતરાને નિઃસહાય હાલતમાં કારમાં તરછોડી ગયેલ માલિક સામે લોકોમાં થું…થું… બંને કુતરા લોકોને માલિકના ઘર સુધી લઇ ગયા

કૂતરાને સૌથી વફાદાર પ્રાણી માનવામાં આવે છે અને કૂતરાની વફાદારીના હજ્જારો કિસ્સાઓ જોવા મળ્યા છે કૂતરાએ માલિક અને તેના પરિવારનો જીવ બચાવવા તેનો જીવ આપી દીધાના અનેક દાખલાઓ છે કેટલાક લોકો કૂતરાને પરિવારના સભ્યની માફક રાખતા હોય છે આજકાલ વિદેશી કુતરા પાળવાની ફેશન બની ગઈ હોવાની સાથે માલેતુજાર લોકોમાં મોંઘાદાટ વિદેશી કુતરા રાખવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે પરંતુ વિદેશી કુતરા બીમાર થાય કે વૃદ્ધ બને ત્યારે કેટલાક સ્વાર્થી માલિક અને પરિવાર દ્વારા કુતરાઓ દુરના વિસ્તારમાં નિઃસહાય હાલતમાં તરછોડી દેતા હોય છે.

Advertisement

મોડાસા શહેરના માલપુર રોડ પર સિયાઝ કારમાં એક ક્રૂર વ્યક્તિ 4 દિવસ અગાઉ રાત્રીના સુમારે તેના બે પાલતુ કુતરાને કારમાંથી નિઃસહાય હાલતમાં તરછોડી પલાયન થઇ ગયો હતો મોડાસા શહેરમાં કાર્યક્રમમાં આવેલ ગુજરાતના ખ્યાતનામ અભિનેતા જીતુ પંડ્યા તેમની સિયાઝ કાર લઇ કેનાલ નજીકથી પસાર થતા સમયે બે વિદેશી ડોગ જીતુ પંડ્યાની કારને માલિકની કાર સમજી આગળ પાછળ દોડાદોડી કરી મૂકી અટકાવવાનો પ્રયત્ન કરતા બંને વિદેશી ડોગ જોઈ કાર રોકી દેતા બંને કુતરા કલાકારને વ્હાલ કરવા લાગ્યા હતા જે જોઈ કલાકારનું દિલ દ્રવી ઉઠ્યું હતું બંને કુતરાને સિયાઝ કારમાં રોડ પર તરછોડનાર માલિક તબીબી આલમ સાથે સંકળાયેલ હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

ફિલ્મી કલાકાર જીતુ પંડ્યાએ રાત્રીના સુમારે ફેસબુક લાઈવ કરી કહ્યં હતું કે આ બંને કુતરા તેના માલિકને શોધી રહ્યા છે મિત્ર એક વિંનતી છે કે જો કદાચ તમારી તાકાત ન હોય ને કુતરાઓને આ વફાદાર પ્રાણીઓ ને પાળવાની તો પ્લીઝ તમે તમારા ઘરે ન લાવતા આ બંને ડોગની હાલત એક નાનું સરખું બાળક ત્યજી દીધા જેવી હાલત છે અને માલિકને શોધવા એક એક ગાડીઓ પાછળ દોડી રહ્યા છે મહેરબાની કરી આ રીતે કુતરાનો તરછોડો નહીં અને આ બંને ડોગને તરછોડનાર માલિકને ભગવાન નહીં છોડે તેમ જણાવી બંને કૂતરાને સુરક્ષિત મુકવાની વાત કરી ત્યાં સુધી મોટી સંખ્યામાં સ્થળ પર લોકો પહોંચ્યા હતા અને બંને કુતરાઓ માલિકના ઘર સુધી જાતે લોકોને લઇ ગયા હતા કુતરાના માલિક સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!