28 C
Ahmedabad
Friday, April 26, 2024

ઠગ્સ ઓફ ટ્રેકટર : મોડાસાના શો રૂમ પરથી ટ્રેકટર ખરીદી શખ્સે અમરેલી બરોબર વેચી શોરૂમને ચૂનો લગાવ્યો, ટ્રેકટર કૌભાંડના ભણકારા


બાકરોલ (માળકંપા)નો યુવરાજસિંહ રાઠોડ ન્યુ બ્રાન્ડેડ ટ્રેકટર ખરીદી રજીસ્ટ્રેશન વગર બરોબર ઓછી કિંમતે દલાલને વેચી મારતો હોવાની અરજી

Advertisement

અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં ટ્રેકટરનો શોરૂમ માલિકને ટ્રેકટર ખરીદનાર શખ્સ પર ભરોષો કરવો ભારે પડ્યો છે બાકરોલ (માળકંપા) ના શખ્સે આદર્શ ટ્રેકટરમાંથી એક શખ્સે 7 લાખનું ટ્રેકટર ખરીદી કરી ડાઉન પેમેન્ટ ભર્યા વગર ખરીદી કરેલ ટ્રેકટર બારોબાર અમરેલીના રવી દલાલને વેચી દઈ ટ્રેકટર શો-રૂમ માલિક સાથે છેતરપિંડી કરતા શો રૂમ માલિકે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં અરજી આપી ઠગ્સ ઓફ ટ્રેકટર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેની માંગ કરી હતી ન્યુ બ્રાન્ડેડ ટ્રેકટર કૌભાંડ આચરતી ગેંગ ગુજરાતમાં સક્રિય હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે

Advertisement

મોડાસા શહેરના હજીરા વિસ્તારમાં આદર્શ ટ્રેકટરનો શો-રૂમ ધરાવતા પ્રહલાદ ભાઈ ધનજીભાઈ પટેલે ટાઉન પોલીસ સ્ટેશનમાં બાકરોલ (માળકંપા)ના યુવરાજસિંહ તખતસિંહ રાઠોડ સામે ટ્રેકટર ખરીદી કરી ડાઉન પેમેન્ટ આપ્યા વગર 7 લાખનુ ટ્રેકટર બરોબર વેચી દીધું હોવાની અરજી ટાઉન પોલીસ સ્ટેશનમાં આપતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
બાકરોલ (માળકંપા)માં રહેતા યુવરાજસિંહ રાઠોડે મોડાસા શહેરના આદર્શ ટ્રેકટર શો-રૂમમાંથી અન્ય એક ગ્રાહકની મદદથી વિશ્વાસ કેળવી ટ્રેકટરનું ડાઉન પેમેન્ટ 80 હજાર રૂપિયા અને લોનનો ચેક બીજા દિવસે આપવાનું કહીં 7 લાખ રૂપિયાનું ટ્રેકટર ખરીદી કરી બરોબર ટ્રેકટર અમરેલી રવિ નામના દલાલને વેચી દીધું હતું શો-રૂમ માલિકને રૂપિયા આપવા સતત ગલ્લા-તલ્લા કરતા શો રૂમ માલિકને તેમનું ટ્રેકટર અમરેલીના દલાલે ઓનલાઇન વેચાણ કરવા મૂક્યું હોવાની જાણ થતા તેમને દલાલનો સંપર્ક કરતા યુવરાજસિંહ રાઠોડ ન્યુ બ્રાન્ડેડ ટ્રેકટર રજીસ્ટ્રેશન વગર ઓછી કિંમતે આપતો હોવાનું જણાવ્યું હતું ટ્રેકટર માલિકે યુવરાજસિંહને પૈસા માટે સંપર્ક કરતા તેને રૂપિયાની જરૂર હોવાથી 2.80 લાખમાં ટ્રેકટર વેચી દીધું હોવાનું શો-રૂમ માલિકને જણાવતા તેમના પગ તળિયેથી જમીન ખસી ગઈ હતી ઠગ્સ ઓફ ટ્રેકટર સામે ટાઉન પોલીસ સ્ટેશનમાં અરજી આપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!