31 C
Ahmedabad
Thursday, April 25, 2024

કારના પતરા કાપી 4 લાશ કાઢી : વોલ્વાના એક પરિવારની ઇકો ટ્રક સાથે ભટકતા પિતા બે પુત્રો અને ભત્રીજાનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત


વોલ્વા ગામના એક જ કુટુંબના ચાર લોકોને અકસ્માતરૂપી કાળ ભરખી જતા સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ હતી

Advertisement

મૃતક વસંત ખાંટના એક વર્ષ અગાઉ જ લગ્ન થયા હતા,હજુ તો સુખી સંસારમાં પગરવ પાડ્યા હતા ને નવોઢા યુવતી વિધવા બની

Advertisement

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના વોલ્વા ગામના એક પરિવારની ઇકો કાર લીમડી-રાજકોટ હાઇવે પર ટ્રક સાથે ભટકાતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો કારમાં સવાર પિતા બે પુત્ર અને ભત્રીજા નું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજતા ભારે ચકચાર મચી હતી કાર નો કડૂચાલો વળી જતા કારના પતરા કાપી મૃતદેહોને બહાર કાઢવા પડ્યા હતા સ્થાનિક લોકોની મદદથી પોલીસે ચારે મૃતદેહને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી વોલ્વા ગામના એક જ પરિવારના ચાર સભ્યોને કાળ ભરખી જતા અરેરાટી વ્યાપી હતી મૃતકના પરિવારજનો અને સગા-સબંધીઓએ ભારે રોકોકકળ કરી મૂક્યું હતું

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, વોલ્વા ગામના ધીરાભાઈ ખાંટના નાના પુત્ર અજય ખાંટ (ઉં.વર્ષ-15) ને હૃદયની બીમારી હોવાથી ઇકો કારમાં તેમના બે પુત્રો અને ભત્રીજા સાથે વહેલી રાજકોટની હોસ્પિટલમાં સારવાર અર્થે નીકળ્યા હતા ઇકો કાર તેમનો મોટો પુત્ર વસંત ખાંટ હંકારી રહ્યો હતો

Advertisement

લીંબડી-રાજકોટ હાઇવે પર વહેલી સવારે ધુમ્મસના પગલે વિઝિબિલિટી ઘટતા ઇકો કાર-ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત જતા કારના આગળના ભાગના ફુરચે ફુરચા નીકળી જતા કારમાં સવાર ચારે લોકોના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા કારમાં કચડાઈ જતા ચારે લોકોના મોત નિપજ્યા હતા અકસ્માતના પગલે સમગ્ર માર્ગ ચિચારીયોથી ગુંજી ઉઠ્યો હતો અકસ્માતના પગલે ભારે ટ્રાફિક સર્જાયો હતો ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા પોલીસે સ્થાનિક લોકોની મદદથી કારના પતરા કાપીને ચારે મૃતદેહ કાઢી પીએમ માટે ખસેડી હતી

Advertisement

કમનસીબ મૃતકોના નામ વાંચો..!
1)ધીરાભાઈ જેઠાભાઇ ખાંટ (પિતા)
2)વસંતભાઈ ધીરાભાઈ ખાંટ (પુત્ર)
3)અજયભાઇ ધીરાભાઈ ખાંટ (પુત્ર)
4)કાળાભાઇ ચંદુભાઈ ખાંટ (ભત્રીજો)

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!