30 C
Ahmedabad
Friday, April 26, 2024

અરવલ્લી: મોડાસામાં મોબાઇલના વેપારી અસામાજીક તત્વોએ હુમલો કરી માથું ફોડ્યું,સિંધી સમાજે આવેદનપત્ર આપી શખ્ત કાર્યવાહીની માંગ


મોડાસા શહેરમાં સિંધી સમાજના અગ્રણીઓ અને વેપારીઓએ ટાઉન પીઆઈને આવેદનપત્ર આપી આરોપીને ઝડપી પાડવામાં આવેની માંગ કરી હતી

Advertisement

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરની મુખ્ય બજારમાં મોબાઇલ શોપ ધરાવતા વેપારી પર રૂપિયાની લેતી-દેતી મામલે અસામાજીક તત્વોએ હુમલો કરી માથું ફોડી નાંખતા ભારે ચકચાર મચી હતી વેપારી પર હુમલાના પગલે બજારમાં ભારે દેકારો મચી ગયો હતો હુમલાખોરો ભાગી જતા લોહીલુહાણ હાલતમાં વેપારીને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો ટાઉન પોલીસે ત્રણ પુરુષ અને મહિલા સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

મોડાસા શહેરની અલંકાર સોસાયટીમાં રહેતા હાસાનંદ જાનીમલ ઇસરાની જુના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલની દુકાન ધરાવે છે ચાર વર્ષ અગાઉ રસુલપુર ગામના કમલેશ રતીસિંહ ઠાકોરને દસ હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા તેમજ મોબાઈલ રિચાર્જ અને રીપેરીંગના 5 હજાર રૂપિયા લેવાના નીકળતા હોવાથી ફોન પર માંગણી કરતા વેપારીને ફોન પર બિભસ્ત ગાળો બોલી 10 જેટલા લોકો સાથે દુકાન પર ધસી આવી વેપારીને ગડદા-પાટુનો માર મારી લાકડી વડે હુમલો કરી માથું ફોડી નાંખતા ભારે હોહા મચી હતી વેપારી પર હુમલો થતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી હુમલાખોરો ફરાર થઇ ગયા હતા વેપારી પર હુમલો થતા સિંધી સમાજના અગ્રણીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો ટાઉન પોલીસને આવેદનપત્ર આપી હુમલાખોરોને ઝડપી પાડવા માંગ કરી હતી

Advertisement

મોડાસા ટાઉન પોલીસે હાસાનંદ જાનીમલ ઇસરાનીની ફરિયાદના આધારે 1)કમલેશ રતીસિંહ ઠાકોર,2)ક્રિષ્નાબેન કમલેશ ઠાકોર,3) વિરલ વિરાણી-પટેલ અને કમલેશના ભાણીયા સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!