34.2 C
Gujarat
Wednesday, July 15, 2026
Home HeadLines 12.77 લાખના Mobile ચોરીમાં ઘર કા ભેદી લંકા ઢાયે : અરવલ્લી LCBએ...

12.77 લાખના Mobile ચોરીમાં ઘર કા ભેદી લંકા ઢાયે : અરવલ્લી LCBએ દુકાનના કર્મચારી સહીત ત્રણને ચોરીના મોબાઈલ સાથે દબોચ્યા

0
211

મોબાઈલ શો-રૂમમાં નોકરી કરતા મો.સાહિલ પઠાણ મોબાઈલ ચોરીના ગુન્હાનો મુખ્ય સૂત્રધાર નીકળ્યો
હિંમતનગર આગીયોલ ગામના બે લબરમુછિયાને ચોરીના મોબાઈલ સાથે ઝડપ્યા
SP સંજય ખરાતે ચોરીના મોબાઈલ ખરીદનાર પણ હાથવેંતમાં હોવાનું જણાવ્યું

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના કોલેજ રોડ પર મખદૂમ ચોકડી નજીક મોબાઈલ ડિસ્ટ્રિબ્યુટર્સ પટ્ટીવાલા ટ્રેડિંગમાં ગુરુવારે રાત્રે તસ્કરો ત્રાટકી 12.77 મોબાઈલ અને સ્માર્ટ વોચની ચોરીના ગુન્હાનો ભેદ જીલ્લા એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખી ચોરીના મોબાઈલ વેચવાની ફિરાકમાં રહેલા દુકાનમાં નોકરી કરતા કર્મી અને તેના બે મિત્રોને હજીરા નજીક પુલીયા પાસેથી બાઈક સાથે દબોચી લઇ 13.24 લાખના મુદ્દામાલ જપ્ત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા
અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ મોડાસા શહેરમાં થયેલ લાખ્ખો રૂપિયાના ચોરીના મોબાઈલ ગુન્હાનો ભેદ ઉકેલવા જીલ્લા એલસીબી અને એસઓજી સહીત ટાઉન પોલીસને શખ્ત કાર્યવાહી આદેશ આપતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે પટ્ટીવાલા ટ્રેડર્સ નામની મોબાઈલ દુકાનમાં ચોરીની તપાસનો ધમધમાટ શરૂ કરી શહેરમાં લાગેલા નેત્રમ કેમેરા, બાતમીદારો સક્રિય કરતા ચોરીના મોબાઈલ વેચવા ત્રણ યુવાનો પ્લેટિના બાઈક પર હજીરા નજીક હિંમતનગર રોડ પર આવેલ પુલીયા નજીક ઉભા હોવાની બાતમી મળતા તાબડતોડ ત્રાટકી ત્રણે આરોપીને દબોચી લઇ ચોરીના મોબાઇલ સાથે ત્રણે દબોચી લીધા હતા એલીસીબી પોલીસે ત્રણેની આગવી ઢબે પૂછપરછ કરતા મોબાઈલની દુકાનનો કર્મી મોહમ્મદ સાહિલ ઝહીર અબ્બાસ પઠાણ જ ચોરીના ગુન્હાનો માસ્ટર માઈન્ડ હોવાનું બહાર આવતા પોલીસ ચોંકી ઉઠી હતી મોં.સાહીલ અબ્બાસે ચોરીને અંજામ આપવા હિંમતનગરના આગીયોલના બે મિત્રો ઈરફાન બિલાલ મન્સૂરી (હાલ રહે,આરટીઓ સર્કલ હિંમતનગર) અને મનીષ અમરત પરમારની મદદથી દુકાનમાં લગાવેલ પ્લાયવુડ પાટિયું હટાવી મોબાઈલ ચોરી કરી રફુચક્કર થઇ ગયા હતા

અરવલ્લી એલસીબી પોલીસે ત્રણે આરોપીને દબોચી લઇ ચોરી કરેલ 54 સ્માર્ટ ફોન અને 5 સ્માર્ટ વોચ મળી રૂ.1253661/- સાથે બાઈક મળી 13.24 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ગણતરીના કલાકોમાં ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!