35 C
Ahmedabad
Friday, April 26, 2024

અરવલ્લી જિલ્લાની તમામ કોર્ટોમાં નેશનલ લોક અદાલત યોજાઈ : 3328 કેસોનો હકારાત્મક નિકાલ


ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશાનુસાર ગુજરાત રાજ્યમાં તમામ કોર્ટમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં પણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અરવલ્લી તથા તાલુકા કાનૂની સેવા સમિતિ, મોડાસા, બાયડ, માલપુર, મેઘરજ, ભિલોડા, ધનસુરાના સંયુક્ત ઉપક્રમે તા.૧૧/૦૨/૨૦૨૩ ના રોજ સવારે ૧૦.૩૦ કલાકથી અરવલ્લી જીલ્લાની તમામ કોર્ટોમાં નેશનલ લોક અદાલત યોજાઈ હતી.

Advertisement

લોક અદાલતમાં દિવાની દાવા, ભારતીય ફોજદારી ધારાના કેસો, અકસ્માત વળતરના કેસો, વિજળી બીલના કેસો, પ્રોહીબીશન કેસો, જુગારના કેસો, ચેક બાઉન્સના કેસો તથા બેકોં અને ઉત્તર ગુજરાત વીજ કંપની લીમીટેડના પ્રિ-લીટીગેશન કેસોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. અરવલ્લી જીલ્લાની તમામ અદાલતોમાં પેન્ડીંગ કેસોમાં સમાધાનથી નેશનલ લોક અદાલતમાં નિકાલ થાય અને પક્ષકારના કેસોનો સુખદ નિરાકરણ આવે છે. એક વખત સમાધાન થયા પછી તેવા કેસોમાં અપીલ કે રીવીઝન કરવાનો કોઇ કારણ ઉપસ્થિત થતુ નથી. લોક અદાલતમાં થયેલ સમાધાનનો નિર્ણય આખરી નિર્ણય છે.

Advertisement

નેશનલ લોક અદાલતમાં સમાધાન થી નિકાલ થયેલ કેસોમાં ભરેલી સ્ટેમ્પ ફી પણ રીફંડ આપવામા આવે છે. નેશનલ લોક અદાલતમાં સમાધાન માટે કોઇ પણ પ્રકારની ફી આપવાની હોતી નથી. અરવલ્લી જિલ્લામાં પેન્ડીંગ કેસોમાં લોક અદાલતમાં 689, સ્પે. સિટીંગ-1538, પ્રિ-લીટીગેશન -113, મળીને કુલ-3328 કેસોનો હકારાત્મક નિકાલ કરાયો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!