26.9 C
Gujarat
Saturday, August 29, 2026
Home HeadLines વેલેન્ટાઈન ડેની ઉજવણી માટે યુવા હૈયાઓમાં થનગનાટ

વેલેન્ટાઈન ડેની ઉજવણી માટે યુવા હૈયાઓમાં થનગનાટ

0

આજના યુગમાં યુવા હૈયાઓ તા.14 ફેબ્રુઆરીની ઉત્સાહપૂર્વક રાહ જુવે છે અને કેટલાક તો ગણગણે છે કે આઈ એમ ઇગરલી વેઇટિંગ ફોર યુ, વેલેન્ટાઈન ડેને ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે યુવા વર્ગ પ્રેમનો એકરાર કરવા અને યુવક-યુવતીઓ પ્યારભરા સંદેશ મોકલવા પોત પોતાની ગોઠવણ કરી ચુક્યા છે. આધુનિક યુગમાં મોબાઈલ,વોટ્સઅપ, ફેસબુક,ટેલિગ્રામ, સ્નેપ જેવી એપ્લિકેશનમાં યુ આર બી માય વેલેન્ટાઈન જેવા સંદેશાઓનો મારો થશે અરવલ્લી-સાબરકાંઠાના યુવા હૈયાઓમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી પૂર્વ ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે

અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં યુવા વર્ગ વેલેન્ટાઇન ડેની ઉજવણીની પૂર્વ તૈયારીઓમાં મસ્ત બની ગયા છે બંને જિલ્લાના બજારોમાં ડચ ગુલાબ, લવ થર્મોમીટર, ગીફ્ટ આર્ટીકલ, લવ બેલ્ટ, ટેડીબીયર સહિતની ચીજવસ્તુઓના ભાવમાં અનેક ગણો વધારો ઝીંકાયો હોવા છતાં તેને ખરીદવા ઓર્ડર અપાઈ ચુક્યા છે વેલેન્ટાઈન ડે યુવાવર્ગ માટે પ્રેમ ભર્યો બની રહેશે તેમ લાગે છે યુવા હૈયાઓએ પ્રિયતમા કે પ્રીતમને ગીફ્ટ આપવા માટે અધિરા બન્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!