29.9 C
Ahmedabad
Friday, April 19, 2024

મોડાસા રૂરલ PSI ભરતસિંહ ચૌહાણને અંબાજી મંદિરનો વહીવટ લેવામાં રસ..!! મંદિરમાં વહીવટદારને માર મારી બિભસ્ત ગાળો બોલ્યાનો આક્ષેપ


અરવલ્લી જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓની દબંગગીરીને લીધે ખાખીને દાગ લાગી રહ્યા છે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ભરતસિંહ ચૌહાણ સામે પોલીસ સ્ટેશન નજીક આવેલા અંબાજી મંદિર અને તેની પાછળ આવેલી બે રૂમનો વહીવટ લેવા માટે મંદિરના યુવાન વહીવટદારને મંદિરમાં પહોંચી ખાખીનો દમ બતાવી બિભસ્ત ગાળો બોલી માર માર્યો હોવાનો સનસનાટી ભર્યો આક્ષેપ યુવક અને તેના પરિવારજનોએ કરતા સમગ્ર મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે

Advertisement

મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન નજીક વર્ષો જૂનું માં અંબાના આસ્થાનું પ્રતીક સમાન અંબાજી મંદિર આવેલું છે આ મંદિરની સેવા અને વહીવટ સબલપુરમાં રહેતો એક રબારી પરિવાર પેઢી દર પેઢી કરી રહ્યો છે મંદિરની પાછળ આવેલ બે રૂમનું ભાડું મંદિરના સેવાપૂજાના ખર્ચમાં વાપરવામાં આવે છે હાલ આ મંદિરમાં સેવા પૂજા સહીત વહીવટ ચેતન રબારી નામનો યુવક કરી રહ્યો છે ત્યારે મોડાસા રૂરલ પોલીસમાં થોડા સમય અગાઉ બદલી થઇ આવેલા ભરતસિંહ ચૌહાણે અગમ્ય કારણોસર મંદિરમાં પહોંચી ચેતન રબારીને બેફામ ગાળો બોલી કોંઠલો પકડી રૂરલ પોલીસ સ્ટેશનમાં લઇ આવી દમદાટી આપતા યુવકના પરિવારજનો પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા યુવક અને તેના પરિવારજનો પીએસઆઈ ભરતસિંહ ચૌહાણને બેફામ ગાળો બોલી માર મારવાનું કારણ પૂછવા છતાં ખાખીનો રૂઆબ છાંટતા હોય તેમ ધમકાવતા ભારે હોબાળો થતો યુવકને છોડી મુક્યો હતો

Advertisement

અંબાજી મંદિરનો વહીવટ કરતા ચેતન રબારીએ જણાવ્યું હતું કે મોડાસા રૂરલ પીએસઆઈ વર્ધી પહેર્યા વગર અન્ય પોલીસ કર્મીઓ સાથે મંદિરમાં ધસી આવી મંદિરના બે રૂમમાં રહેતા ભાડુઆતને મકાન ખાલી કરાવી દેવા અને માલસામાન ફેંકી દેવાની બૂમો પાડી કાનના કીડા ખરી પડે તેવી બેફામ ગાળો બોલતા ગાળો બોલવાની ના પાડતાં એકદમ ઉશ્કેરાઈ જઈ મંદિર ખાલી કરી દેવા અને મંદિર પોલીસને સોંપી દેવા જણાવી ચેતન રબારીને ગળામાંથી પકડી માર મારી પોલીસ સ્ટેશનમાં લઇ જઈ દમદાટી આપી હોવાનું અને સાહેબનો ડોળો મંદિરની પાછળ ભાડે આપેલ રૂમના ભાડા પર હોવાનો આક્ષેપ કર્યો હતો અને આ અંગે યુવક અને તેના પરિવારજનો જીલ્લા પોલીસવડાને રજુઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!