31.7 C
Gujarat
Tuesday, July 14, 2026
Home ગુજરાત ભિલોડા શ્રી અર્બુદા સેવા સંધ સંચાલિત શ્રીમદ્ જેસીંગબાપા એજ્યુકેશન કેમ્પ સમાં વાર્ષિકોત્સવની...

ભિલોડા શ્રી અર્બુદા સેવા સંધ સંચાલિત શ્રીમદ્ જેસીંગબાપા એજ્યુકેશન કેમ્પ સમાં વાર્ષિકોત્સવની ઉજવણી ઉત્સાહભેર યોજાઈ

0
225

ભિલોડા,તા.૧૫

ભિલોડા શ્રી અર્બુદા સેવા સંધ સંચાલિત શ્રીમદ્ જેસીંગબાપા એજ્યુકેશન કેમ્પસમાં વાર્ષિકોત્સવની ઉજવણી ઉત્સાહભેર યોજાઈ હતી.સામાજીક આગેવાન કેશુભાઈ પી.પટેલના પ્રમુખ સ્થાને વાર્ષિકોત્સવની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.ભિલોડા પ્રેરણા વિધાલયના વિધાર્થીઓએ વાર્ષિકોત્સવ દરમિયાન ઉત્સાહભેર સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.વિધાર્થીઓને એવોર્ડ અર્પણ કર્યો હતો.

વાર્ષિકોત્સવ કાર્યક્રમ નિમિત્તે મુખ્ય મહેમાન પ્રો. ગાયત્રીબેન પટેલ,યોગેશભાઈ બુદ્ધ,રેવાભાઈ પટેલ,(મોટા કોટડા),સંસ્થાના પ્રમુખ દામુભાઈ પટેલ,ઉપ પ્રમુખ માધુભાઈ પટેલ,આચાર્ય રમણભાઈ પટેલ સહિત સામાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.વિધાર્થીઓએ વાર્ષિકોત્સવ કાર્યક્રમ દરમિયાન અનેક કૃતિઓ રજુ કરીને સૌને આનંદિત કર્યા હતા.વાર્ષિકોત્સવની આનંદ ઉલ્લાસભેર ઉજવણી યોજાઈ હતી.આભાર વિધિ દિનેશભાઈ ચૌધરીએ કરી હતી.સમગ્ર સ્ટાફ પરીવારે વાર્ષિકોત્સવ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!