30 C
Gujarat
Tuesday, July 14, 2026
Home ક્રાઇમ અરવલ્લી : મોડાસાની અમરદીપ સોસાયટીમાં પરિવાર ઘરમાં ઉંઘતો રહ્યો ને પાછળથી તસ્કરો...

અરવલ્લી : મોડાસાની અમરદીપ સોસાયટીમાં પરિવાર ઘરમાં ઉંઘતો રહ્યો ને પાછળથી તસ્કરો ત્રાટક્યા,1.17 લાખના દાગીનાની ચોરી કરી છૂ

0
145

અરવલ્લી : મોડાસાની અમરદીપ સોસાયટીમાં પરિવાર ઘરમાં ઉંઘતો રહ્યો ને પાછળથી તસ્કરો ત્રાટક્યા,1.17 લાખના દાગીનાની ચોરી કરી છૂ

અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં તસ્કરોએ જમાવટ કરી છે શહેરમાં રહેણાંક મકાનોમાં થતી મોટા ભાગની ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવામાં પોલીસને ધારી સફળતા ન મળતા તસ્કર ટોળકી, ઘરફોડ ચોર બિંદાસ્ત બન્યા છે મોડાસા શહેરની અમરદીપ સોસાયટીમાં વેપારીનો પરિવાર ઘરમાં ઘસઘસાટ ઉંઘતો રહ્યો તસ્કરો સ્ટોર રૂમનો દરવાજો ખોલી લાખ્ખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરીની ઠંડા કલેજે અંજામ આપી ફરાર થઈ જતા પરિવાર ચોંકી ઉઠ્યો હતો મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

મોડાસા શહેરની અમરદીપ સોસાયટીમાં રહેતા અને ધનસુરા માર્કેટયાર્ડમાં અનાજની દુકાન ચલાવતા ચેતનકુમાર કલ્યાણદાસ શાહ મંગળવારે રાત્રે પરિવાર સાથે જમીને ઘરના આગળના હોલમાં ઉંઘી ગયા હતા વહેલી સવારે ઠંડી લાગતા રજાઈ લેવા ઉભા થતા સ્ટોર રૂમનો દરવાજો ખુલ્લો અને ઘરમાં માલસામાન વેરવિખેર પડેલો જોતા ઉંઘ ઉડી ગઈ હતી ચેતનભાઈએ તેમના પિતરાઈ ભાઈ સુનિલ હિરાણીને બોલાવી લીધા હતા ઘરમાં રહેલી પેટીમાંથી સોના-ચાંદીના અને રોકડા રૂપિયા એક હજાર મળી રૂ.1.17 લાખથી વધુના મુદ્દામાલની ચોરી થઇ હોવાનું માલુમ પડતા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રાથમીક તપાસ હાથધરી અજાણ્યા ચોરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!