ડિસમિસ બુટલેગર પોલીસકર્મી પ્રભુ ડોડીયાર ખનીજ માફિયા બન્યો SP સંજય ખરાતે પ્રભુ ડોડીયારને પાસા હેઠળ ધકેલવા દરખાસ્ત કરશે
AdvertisementGPS કાંડમાં મોડાસાનો નિમેષ જગદીશ ગોર ભૂગર્ભમાં ઉતરી ગયો
Advertisement
અરવલ્લી જીલ્લા ખાણખનીજ કચેરીની સરકારી જીપમાં અધિકારીઓ અને કર્મચારીઓ જીલ્લામાં ખનીજ ચોરી અને ગેરકાયદેસર ખનીજ વહન અટકાવવા સતત દોડાદોડી કરે છે ખનીજ અધિકારીઓ પર દેખરેખ રાખવા માટે ખનીજ માફિયાઓએ જીપીએસ લગાવી દઈ ટ્રેસ કરતા ગેરકાયદેસર ખનીજ ભરેલ વાહનો ઝડપવામાં નિષ્ફ્ળ રહેતા ગાડીમાં જીપીએસ લગાવી દીધું હોવાની જાણ થતા ખનીજ અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા આ અંગે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં નિલેશ પટેલે ફરિયાદ નોંધાવતા ભારે ચકચાર મચી હતી
અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે સરકારી ગાડીમાં જીપીએસ લગાવવાની ગંભીર ઘટનાના પગલે એલસીબી પોલીસને તપાસ સોંપી સાયબર ક્રાઇમની મદદ લીધી હતી એલસીબી પોલીસે ખનીજ વિભાગની સરકારી ગાડીમાં જીપીએસ લગાવનાર ડિસમિસ પોલીસ કર્મી અને તેના સાગરીતને દબોચી લીધો હતો અન્ય આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથધરી હતી એલસીબી પોલીસે ગણતરીના દિવસોમાં ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો
અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે ખાણ ખનીજની સરકારી ગાડીમાં લગાડેલ જીપીએસના ગુન્હાના આરોપીઓને ઝડપી પાડવા ટેકનિકલ સર્વલન્સ અને ખાનગી બાતમીદારો સક્રિય કરતા ખાણ ખનીજ કચેરી આગળ ઉભી રહેતી સરકારી જીપમાં ભિલોડા ખીલોડાના ઉપેન્દ્ર પુના મેણાત અને પહાડિયાનો પ્રભુદાસ સોમા ડામોર નામના ડિસમિસ પોલીસકર્મીએ જીપીએસ લગાવ્યું હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે બંને આરોપીઓને દબોચી લઇ પૂછપરછ કરતા મોડાસાની દેવભૂમિમાં રહેતો નિમેષ જગદીશ ગોરની સંડોવણી બહાર આવતા તેમજ જીપીએસ કાંડમાં સંડોવયેલ અન્ય આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા