38 C
Ahmedabad
Thursday, April 25, 2024

અરવલ્લી : મોડાસામાં સકલ બજાજ દ્વારા પ્લેટિના ૧૧૦ એબીએસ સેફટી ચેલેન્જ કાર્યક્રમ યોજતા 1500 જેટલા ગ્રાહકોએ ભાગ લીધો


અરવલ્લી : મોડાસામાં સકલ બજાજ દ્વારા પ્લેટિના ૧૧૦ એબીએસ સેફટી ચેલેન્જ કાર્યક્રમ યોજતા 1500 જેટલા ગ્રાહકોએ ભાગ લીધો

Advertisement

 

Advertisement

મોડાસા શહેરના હજીરા વિસ્તારમાં આવેલ બજાજ કંપનીના ઓથોરાઈઝડ ડીલર સકલ બજાજ દ્વારા મોડાસા શહેરમાં પ્લેટિના ૧૧૦ એબીએસ ( એન્ટી લોક બ્રેકીંગ સિસ્ટમ ) ટેક્નોલોજી સાથેના સેફટી ચેલેન્જ કાર્યક્રમ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને પીએસઆઇ તોમર અને આરટીઓ ઇન્સ્પેકટર ઓઝા દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં સલામતી સંદર્ભે જનજાગૃતિ પેપફ્લેટનું વીતરણ કરવામાં આવ્યું હતું કંપનીના રિજનલ મેનેજર પ્રર્દીપ શિવશંકરન અને એરિયા મેનેજર આશિષ મેહતા એ ઉદ્દઘાટન સમયે જણાવ્યું કે ટ્રાફિક સમસ્યાને કારણે ટુ-વહીલરમાં અસલામતીનો અનુભવ વારંવાર થતો હોય છે જેને કારણે ઘણી વાર ચાલકો ને દુર્ઘટના નો સામનો કરવો પડતો હોવાથી બજાજ કંપનીએ ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્લેટિના ૧૧૦ માં એબીએસ ટેક્નોલોજી આપીને સલામતીના નવા યુગની શરૂઆત કરી છે

Advertisement

આ કાર્યક્રમ માં લગભગ ૧૫૦૦ જેટલા ગ્રાહકો એસેફ્ટી ચેલેન્જ માં ભાગ લઇ એબીએસ ટેક્નોલોજી નો અનુભવ કર્યો હતો સકલ બજાજના માલિક રમણભાઈ પ્રજાપતિ અને વિજય ભાઈ શાહે જણાવ્યું કે અન્ય કંપની ની ૧૦૦ સીસી ની બાઈક કરતા અમારી પ્લેટિના અદ્યતન ટેક્નોલોજી ના ફીચર્સ જેવા કે એબીએસ ટેક્નોલોજી ની સાથે ડિજિટલ સ્પીડોમીટર, લાંબા નાઈટ્રોક્સ સસ્પેન્શન અને લાંબી ગાદીવાળી સીટ સાથે આવે છે, જેની પ્રારંભિક કિંમત ફક્ત ૭૨,૮૦૦ ( એક્સ શોરૂમ) રાખેલી છે આ કાર્યક્રમ માં મોડાસા બજાજ શોરૂમના પાર્ટનર કમલેશ ભાઈ પ્રજાપતિ અને રીપલભાઈ શાહ દ્વારા ફક્ત ૫૯૯૯/- ડાઉન પેમેન્ટ માં એક્સચેન્જની સુવિધા સાથે ૧૧ મોટરસાઇકલની ડીલેવરી આપવામાં આવી હતી તેમજ આ કાર્યક્રમમાં સર્વિસ કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું જેમાં આશરે ૧૦૦ જેટલી બાઈક નું ફ્રી ચેક અપ કરવા માં આવ્યું હતું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!