28.7 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines ધી સાબરકાંઠા બેંકમાં રાત્રીના સુમારે ચોરીનો નિષ્ફ્ળ પ્રયાસ : મેઘરજની બેંકમાં ચોર...

ધી સાબરકાંઠા બેંકમાં રાત્રીના સુમારે ચોરીનો નિષ્ફ્ળ પ્રયાસ : મેઘરજની બેંકમાં ચોર ત્રાટક્યો, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

0
188

ધી સાબરકાંઠા બેંકમાં રાત્રીના સુમારે ચોરીનો નિષ્ફ્ળ પ્રયાસ : મેઘરજની બેંકમાં ચોર ત્રાટક્યો, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

અરવલ્લી જીલ્લામાં તસ્કર ટોળકીએ જમાવટ કરી છે મેઘરજ નગરમાં આવેલી ધી સાબરકાંઠા ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કો.ઓપ બેંકમાં ગત રાત્રીએ અજાણ્યો ચોર બારીની ગ્રીલ તોડી બેંકમાં ત્રાટકી બેંકના કબાટ અને રાચરચીલું ફંફોસી ચોરીનો નિષ્ફ્ળ પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં ચોરની તમામ હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી બેંક કર્મીએ મેઘરજ પોલીસ સ્ટેશનમાં અરજી આપતા પોલીસે સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જો કે તસ્કરનો પ્રયાસ નિષ્ફ્ળ રહેતા બેંક સત્તાધીશોએ હાશકારો અનુભવ્યો હતો

મેઘરજ નગરમાં આવેલી ધી સાબરકાંઠા ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કો.ઓપ બેંકમાં બુધવારે રાત્રીના સુમારે લાખ્ખો રૂપિયાની ચોરીની લાલચે ચોર બેંકની બારીના લોખંડની જાળી તોડી બિન્દાસ્ત બેંકમાં પ્રવેશી બેંકમાં કેશીયર ચેમ્બર સહીત તમામ કબાટ ફંફોસી નાખ્યા હતા કેશ સેફવોલ્ટમાં હોવાથી ચોરી થતી અટકી ગઈ હતી તસ્કરને ફેરો માથે પડ્યો હતો સવારે બેંક કર્મીઓ બેંકમાં પહોંચતા બેંકમાં માલસામાન અસ્તવ્યસ્ત પડેલો અને જાળી તોડેલી જોવા મળતા ચોંકી ઉઠ્યા હતા બેંક મેનેજરે બેંકમાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા બેંકમાં ચોરીના ઇરાદે પ્રવેશેલો ચોર જોવા મળતા ચોરની હિંમત જોઈ બેંક કર્મીઓની આંખો પહોળી થઈ ગઈ હતી સદ્નસીબે બેંકમાં રહેલી રોકડ રકમ સલામત રહેતા હાશકારો અનુભવ્યો હતો બેન્કની ચોરીની ઘટનાના પગલે બેંક અધિકારીએ મેઘરજ પોલીસને અરજી આપતા પોલીસે અજાણ્યા ચોરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!