39 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines અરવલ્લી : મોડાસાના કોલેજ રોડ પર કરિયાણાની દુકાન શોર્ટ સર્કિટથી આગમાં ખાખ,...

અરવલ્લી : મોડાસાના કોલેજ રોડ પર કરિયાણાની દુકાન શોર્ટ સર્કિટથી આગમાં ખાખ, 7 લાખથી વધુનું નુકસાન, માલિક પર આભ તૂટી પડ્યું

0
132

મોડાસા શહેરની મખદૂમ ચોકડી નજીક પી.બી.સુપર માર્કેટમાં આવેલી કરિયાણાની દુકાનમાં મોડી રાત્રે શોર્ટ સર્કિટથી ભીષણ આગ લાગતા દુકાનમાં રહેલ કરીયાણાનો માલસામાન અને અગત્યના ડોક્યુમેન્ટ સહીત રાચ રચીલું આગમાં ખાખ થઇ ગયું હતું મોડાસા નગરપાલીકા ફાયર ફાયટરની ટીમે પાણીનો મારો ચલાવી ભારે જહેમત પર આગ પર કાબુ મેળવ્યો હતો કરિયાણાની દુકાન આગમાં સ્વાહા થતા દુકાન માલિક પર આભ તૂટી પડ્યું હતું મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી

મોડાસાની બાગે ફિરદોશ સોસાયટીમાં રહેતા અલ્તાફહુસેન ઉસ્માનગની કાંકરોલીયા પી.બી. સુપર માર્કેટમાં રોયલ કરિયાણાની દુકાન ગુરુવારે રાત્રે રાબેતા મુજબ બંધ કરી ઘરે ગયા હતા દુકાનમાં મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ શોર્ટ સર્કિટથી આગ લાગતા દુકાનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા અને લબકારા મારતી આગ પ્રસરતા આજુબાજુના લોકોએ દુકાન માલિકને જાણ કરતા દુકાને દોડી આવ્યા હતા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ફાયટર પહોંચે તે પહેલા દુકાનમાં રહેલ કરિયાણું સહીત અગત્યના ડોક્યુમેન્ટ્સ આગમાં હોમાઇ ગયા હતા ફાયર બ્રીગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી આગને વધુ પ્રસરતી અટકાવતા અન્ય દુકાનદારોએ હાશકારો અનુભવ્યો હતો દુકાન આગમાં ખાખ થતા વેપારી અને તેના પરિવારજનો પર આર્થીક સંકટ તૂટી પડતા નીરાશામાં ગરકાવ થઇ ગયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!