31 C
Ahmedabad
Thursday, March 28, 2024

પંચમહાલ: ગોધરા તાલુકાના પોપટપુરા ગામે ચારણ ગઢવી સમાજના સમુહલગ્ન સમારોહમાં નવદંપતીઓએ પ્રભુતામા પગલાં પાડ્યા


ગોધરા,
પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના પોપટપુરા ગામે ચારણ ગઢવી સમાજનો સોળમો સમુહ લગ્નોત્સવ રંગેચંગે ઉજવાયો હતો.આ સમુહ લગ્નોત્સવમાં 32 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડીને નવા દાંમ્પત્ય જીવનની શરુઆત કરી હતી.આ નવ દંપતીઓ દાતાઓ દ્વારા ઘરવખરીનો જરુરીસર સામાન પણ ભેટ આપવામા આવ્યો હતો.નવદંપતીઓને અગ્રણીઓ અને વડિલો દ્વારા આર્શિવાદ આપવામા આવ્યા હતા.

Advertisement

પંચમહાલ સહિત ગુજરાતભરમાં લગ્નગાળાની સીઝન ચાલી રહી છે. આજના મોંઘવારીના સમયમાં સામાજીક લગ્નપ્રસંગો ખર્ચાળ બની રહ્યા છે.આ બધાની વચ્ચે વિવિધ સમાજો દ્વારા સમુહલગ્નો પણ આયોજીત કરવામા આવે છે,આવા સમુહ લગ્નોના આયોજનથી ખોટાખર્ચાઓ બચી જતા હોય છે.સાથે સાથે સમાજની સંગઠનની એકતાનો સંદેશો પણ પહોચે છે. પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના પોપટપુરા ગામે આઈશ્રી સોનલ ચારણ ગઢવી સમાજ સમુહ લગ્ન સમિતી દ્વારા ચારણ (ગઢવી) સમાજનો 16માં સમુહ લગ્ન સમારોહનું આયોજન કરવામા આવ્યુ હતું.આ સમુહલગ્ન સમારોહમાં 32 નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડીને નવજીવનની શરુઆત કરી હતી.નવદંપતિઓને આઈ શ્રી સોનલ કંકુ કેશર માં દ્વારા સુખમય લગ્ન જીવનના આર્શિવાદ આપવામા આવ્યા હતા.સમાજના દાતાઓ દ્વારા નવદંપતીઓને ઘરવખરીનો જરુરી સરસામાન પણ આપવામા આવ્યો હતો. ધોરણ 10 થી ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કરેલા 70 થી વધારે વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત પણ કરવામા આવ્યા હતા.સમાજના અગ્રણીઓ તેમજ સ્વયંસેવકો દ્વારા ભારે જહેમત ઉઠાવીને સમુહલગ્નના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.આઈ શ્રી સોનલ ચારણ ગઢવી સમાજના પ્રમુખ લાભુભા ગઢવીએ જણાવ્યુ હતુ કે ચારણ ગઢવી સમાજનો વિકાસ થાય,શિક્ષણનુ સ્તર વધે, સાથે આર્થિક વિકાસ પણ થાય તે ઉદેશ્ય સાથે સમુહલગ્ન સમારોહનું આયોજન કરવામા આવ્યું હતું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!