34.5 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત પંચમહાલ જીલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન- 2023નો ધારાસભ્ય નિમિષાબેન સુથારના હસ્તે શુભારંભ

પંચમહાલ જીલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન- 2023નો ધારાસભ્ય નિમિષાબેન સુથારના હસ્તે શુભારંભ

0
131

શહેરા,
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન-2023 અંતર્ગત તળાવો, ચેકડેમો ઉંડા કરવાનું કાર્ય ઝંબેશરૂપે હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે પંચમહાલ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન –2023 નો શુભારંભ કાર્યક્રમ મોરવા હડફના ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથારની હાજરીમાં જિલ્લાના શહેરા તાલુકાના સુરેલી ગામ ખાતેથી યોજાયો હતો.કાર્યક્રમની શરૂઆતમાં ધારાસભ્યએ સુરેલી સ્થિત તળાવ ખાતે પહોંચીને જળ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મહાનુભાવોના સ્વાગત થકી કરાઈ હતી.શાળાની બાળકીઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગતગીત રજૂ કરાયું હતું.મહાનુભાવોએ બાળકીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથારે પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે સુજલામ સુફલામ જળ અભિયાન એ જનભાગીદારી થકી આજે તહેવારનારૂપે ઉજવણી કરાય છે,રાજ્યસરકાર ના પ્રયાસોથી આજે આ અભિયાન સફળ થયું છે અને છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં જળસંચયને લઈને શ્રેષ્ઠ કામગીરી થઇ છે.આજે આપણા સુરેલી ગામમાં જ પાણીના સંપની ટાંકી બની છે અને આવનાર સમયમાં બીજા બે પાણીના સંપ પણ ચાલુ કરાશે. તેમણે પાણી બચાવની સાથોસાથ પાણીનો વ્યય ના થાય તેનું ધ્યાન રાખવા અનુરોધ કર્યો હતો. આ સાથે તેમણે ઉપસ્થિત ખેડૂતોને ગાય આધારિત તથા પ્રાકૃતિક ખેતીને લઈને માહિતી આપી હતી.

આ પ્રસંગે આરોગ્ય સમિતિના ચેરમેન કિરણસિંહ બારિયાએ એ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે તળાવ જોડાણની કામગીરી શરૂ કરાઈ છે જેનો લાભ શહેરા અને ગોધરાના પૂર્વ ગામડાઓને મળી રહેશે. આ સાથે કડાણા ડેમમાંથી વહી જતું વધારાનું પાણી પાનમ જળ સિંચાઇ ખાતે નાખવામાં આવશે તેવું જણાવ્યું હતું. પંચમહાલ જિલ્લામાં ચાલુ વર્ષે ૧૫૦થી વધુ તળાવો ઊંડા કરવા,ચેકડેમની સાફ સફાઈ, 10 થી વધુ નદીઓને પુનર્જીવિત કરવી વગેરે જેવા કાર્યોનો આરંભ કરાશે. આ પ્રસંગે પાનમ કાર્યપાલક વી.આર.તલાર દ્વારા શાબ્દિક સ્વાગત અને નાયબ કાર્યપાલક એ.ડી.વ્યાસ દ્વારા આભારવિધિ રજૂ કરાઈ હતી. આ પ્રસંગે જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્ય ઓ,જિલ્લા ન્યાય સમિતિના ચેરમેન,તાલુકા વિકાસ અધિકારી સહિત પાનમ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!