35 C
Ahmedabad
Thursday, April 25, 2024

અરવલ્લી જિલ્લાના ટીંટોઈ ગામે સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ, 1400 થી વધારે જળસંચયના કામો હાથ ધરવાનું આયોજન


સમગ્ર રાજય સાથે આજરોજ અરવલ્લી જિલ્લામાં ટીંટોઈ ખાતેથી સુજલામ સુફલામ જળ અભિયાનનો કલેકટર ના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. ટીંટોઈના મેરાજીયા તળાવના ખાણેત્રા કામનો પ્રારંભ કરાવતા કલેકટરએ સમગ્ર અરવલ્લીવાસીઓને સરકારની આ યોજના હેઠળ થનારા જળસંચય અને જળબચાવના કામોમાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.

Advertisement

3.50 એમ.સી.એફ.ટી., સંગ્રહશક્તિ ધરાવતા મેરાજીયા તળાવ ખાતે તળાવ ઉંડુ કરવાના કામનુ ખાતમુહુર્ત કરી જળ અભિયાનનો શુભારંભ કરેલ છે. મેરાજીયા તળાવ ઉંડુ થવાથી તળાવની સંગ્રહશક્તિ 4.50 એમ.સી.એફ.ટી. થશે. જેનાથી આશરે 100.00 હેક્ટર વિસ્તારમાં પરોક્ષ સિંચાઈનો લાભ મળી રહેશે. સરકારના આ અભિયાનનો મુખ્ય હેતુ જળસંગ્રહ વધારવા સાથે પાણીના સ્ત્રોતની જાળવણી કરવી, સાફ-સફાઇ કરવી સાથે જળસ્ત્રોતનું સમારકામ કરવું વગેરે છે. જો પાણીનો સંચય થશે તો છેવાડાના ગામથી લઇને દરેક ગામને સ્થાનિકે પીવા, સિંચાઇ કે પશુ જાળવણી માટે પાણીનો પુરવઠો મળી રહેશે તથા પાણીના તળ ઊંચા આવશે. ત્યારે ૩૧મે સુધી ચાલનારા આ અભિયાનમાં લોકભાગીદારી તથા સો ટકા સરકાર હસ્તકના ૧૪૦૦ થી વધુ કામો કરવાનું આયોજન હોવાથી લોકો આ કામોને પોતાનું કામ સમજીને પુરતો સહયોગ આપે તો તેના પરિણામો અરવલ્લી માટે વરદાનરૂપ બની રહેશે.

Advertisement

આ પ્રસંગે જિલ્લા કલેકટર ડૉ. નરેન્દ્રકુમાર મીનાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ અંદાજે ૨૧.૨૮ કરોડથી વધુના ખર્ચે અરવલ્લીમાં ૧1400 થી વધુ કામ કરવાનું આયોજન છે. આ આયોજન થકી અંદાજે 800 લાખ ઘનફુટથી વધુ પાણીનો સંગ્રહ થવાનો છે. ભિલોડા ધારાસભ્ય પી.સી. બરંડાએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે સરકારના આ ઉમદા કાર્યક્રમમાં જનભાગીદારીમાં વધુમાં વધુ લોકો જોડાય તો આ યોજનાનો હેતુ સાર્થક થશે અને ચોમાસાના વધુમાં વધુ પાણીનો અરવલ્લી જિલ્લામાં સંગ્રહ કરી શકાશે.

Advertisement

આમ આ વર્ષે આપણા જિલ્લામાં આશરે ૧૪૦૦ થી વધારે જળ સંચયના કામો હાથ ધરવાનું આયોજન કરેલ છે. જેમાં જળસંપત્તિ (રાજ્ય), જળસપત્તિ (પંચાયત), જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, વન અને પર્યાવરણ વિભાગ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા હયાત તળાવો અને ચેકડેમ ઉંડા કરવા, નદી / વાંકળાની સફાઇ, ટાંકી / સંપની સફાઇ વગેરે જળ સંચયના કામો હાથ ધરવાનું આયોજન છે. જેનાથી આશરે 800 લાખ ઘનફુટ વધારાના પાણીનો સંગ્રહ થઇ શકશે. ત્યારે સરકારના આ ઉમદા કાર્યક્રમમાં જનભાગીદારીમાં વધુમાં વધુ લોકો જોડાય તો આ યોજનાનો હેતુ સાર્થક થશે અને ચોમાસાના વધુમાં વધુ પાણીનો અરવલ્લીમાં સંગ્રહ કરી શકાશે.

Advertisement

આ પ્રસંગે કલેકટર ડૉ. નરેન્દ્રકુમાર મીના, જિલ્લા વિકાસ અધિકારી, ભિલોડા ધારાસભ્ય પી.સી. બરંડા, મોડાસા નગર પલિકા પ્રમુખ, નાયબ કાર્યપાલક ઇજ્નેર, તાલુકા વિકાસ અધિકારી, ગામના અગ્રણીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!