31 C
Ahmedabad
Saturday, May 11, 2024

માલપુર ના પ્રેરણા દાયી વૈકુંઠધામ માં ચાલુ ચિતા વચ્ચે મહિલાઓ ના ભજન યોજાયા


માલપુર ના પ્રેરણા દાયી વૈકુંઠધામ માં ચાલુ ચિતા વચ્ચે મહિલાઓ ના ભજન યોજાયા

Advertisement

સામાન્ય રીતે સ્મશાન શબ્દ થી મહિલાઓ માં ડર પેદા થતો હોય છે ત્યારે માલપુર ના વૈકુંઠધામ માં મહિલાઓ દ્વારા ભજન યોજાયા મહિલાઓ માં અંતિમધામ પ્રત્યે નો ડર દૂર થાય એવા આધ્યાત્મિક વાતાવરણ માં આવેલું છે માલપુર નું વૈકુંઠ ધામ

Advertisement

માલપુર તાલુકા નિવૃત્ત પેંશનર મંડળ ના પ્રમુખ ગિરીશ સોની અને તેમના મંડળ ને વિચાર આવ્યો કે સ્મશાન એ જીવન નું અંતિમ સ્ટેજ છે ત્યારે સ્મશાન એવું હોવું જોઈએ કે ત્યાં આવેલા દરેક વ્યક્તિ ને કૈક આધ્યાત્મિક ઉપદેશ મળે સાચા અર્થ માં વૈરાગ્ય પ્રાપ્ત થાય ત્યારે નિવૃત પેંશનર મંડળ ના પ્રયાસ થી અરવલ્લી જિલ્લા માં ક્યાંય ના હોય એવું અંતિમ ધામ બનાવ્યું આ અંતિમ ધામ માં સપ્ત ઋષિ ની સ્થાપના કરી છે ,દાઘુ માટે ભવ્ય પ્રતિક્ષાલાય,કલાત્મક ચાબુતરો , અદ્યતન શિવજી ની મોટી મૂર્તિ ની સ્થાપના,નર્મદા ઘાટ તુલસી ક્યારો તેમજ અનેક ધાર્મિક પ્રતીકો દ્વારા સુંદર આહલાદક વાતાવરણ સાથે અંતિમ ધામ બનાવ્યું છે

Advertisement

સામાન્ય રીતે મહિલાઓ માં સ્મશાન નું નામ સાંભળી ને ડર પેદા થાય છે ત્યારે એક પર્યટક સ્થળ હોય એવી સુવિધા વાળા વૈકુંઠધામ માં મહિલાઓ એ ભજન સત્સંગ નો કાર્યક્રમ યોજ્યો એક તરફ મૃતાત્મા ની અંતિમ વિધિ અગ્નિ ચાલુ બીજી તરફ મહિલાઓ ના ભજન નો અનોખો સંગમ જોવા મળ્યો આમ સુંદર નયનરમ્ય વાતાવરણ વચ્ચે નિવૃત્ત કર્મચારી મંડળ ના પ્રમુખ ગિરીશ સોની અને તેમની ટીમ દ્વારા બનાવેલ અંતિમ ધામ સમગ્ર જિલ્લા માં પ્રેરણા દાયી છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!