28.2 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines પેટ્રોલ પંપ સંચાલકની બેદરકારી : પેટ્રોલપંપ પર સળિયા કાપતા આગ લાગતા અફરા-તફરી,...

પેટ્રોલ પંપ સંચાલકની બેદરકારી : પેટ્રોલપંપ પર સળિયા કાપતા આગ લાગતા અફરા-તફરી, પેટ્રોલ ભરેલ ટેન્કરને હટાવી લીધું નહીં…તો

0
156

પેટ્રોલપંપ પર પેટ્રોલ-ડીઝલ ભરેલ ટેંકરમાંથી ટાંકીમાં ઇંધણ ઠાલવતા સમયે આગ લાગી હોત તો બહુ મોટી દુર્ઘટના સર્જાઈ હોત..!!

મોડાસા શહેરના ચાર રસ્તા પર પેટ્રોલપંપ સંચાલકની બેદરકારીના પગલે ગમે તે ઘડીએ મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ પેદા થઇ છે એક બાજુ પેટ્રોલપંપનું ધમધોકાર વેચાણ થઇ રહ્યું છે બીજીબાજુ પેટ્રોલપંપ પર સમારકામ ચાલતું હોવાથી સમારકામ દરમિયાન આગ લાગતા ભારે અફરાતફરી મચી હતી પેટ્રોલપંપ પર ઉભું રહેલું ઇંધણ ભરેલ ટેંકર ચાલકે સમયસર હટાવી લેતા ટેંકર આગમાં સપડાતા બચી ગયું હતું કર્મચારીઓ સ્થાનિક લોકો અને ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો સતત લોકોની અવર-જવર વિસ્તારમાં મોટી દુર્ઘટના અટકતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો

મોડાસા ચાર રસ્તા પર સતત ભારે ભીડ રહે છે પેટ્રોલપંપ આજુબાજુમાં અનેક દુકાનો આવેલી છે સામે સ્ટેટ બેંક અને પાછળ હંગામી બસ સ્ટેન્ડ હોવાથી પેટ્રોલપંપ વિસ્તાર લોકોની અવર-જવરથી 24 કલાક ધમધમતો રહે છે પેટ્રોલપંપ પર નવીનીકરણ ચાલુ હોવા છતાં લોકોના જીવના જોખમે પેટ્રોલપંપ ધમધમી રહ્યો છે રવિવારે રાત્રે નવ વાગ્યાના સુમારે લોંખડ કાપવાનું કામકાજ ચાલુ હતું ત્યારે તણખલા ઝરતા નજીકમાં રહેલા રૂના ગાદલામાં આગ લાગતા આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા પેટ્રોલપંપ ઇંધણ ભરેલ ટેંકરના ચાલકે સમયસૂચકતા વાપરી ટેંકર હટાવી લીધું હતું પેટ્રોલપંપ પર આગ લાગતા લોકોના જીવ અધ્ધર થઇ ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!