32 C
Ahmedabad
Saturday, April 20, 2024

અરવલ્લીના 61 વર્ષિય ખેડૂતે સોલારથી ચાલતું બનાવ્યું હરતુંફરતું ઘર, ખેતીના ઓઝારો બનાવવાની પણ તૈયારી


અરવલ્લી જિલ્લામાં ખેડૂતો ખેતીક્ષેત્રે તો આગળ છે સાથે સાથે તેમની કોઠાસૂઝથી કંઈક નવીન કરવાની દિશામાં આગળ વધતા હોય છે, આવું જ કંઈક કર્યું છે બાયડ તાલુકાના ચોઈલા ગામના વતની અમૃતભાઈ પટેલે. 61 વર્ષિય અમૃતભાઈ પટેલે તેમની કોઠાસૂઝથી એક કેમ્પર વાન તૈયાર કરી છે, જે સોલાર પેનલથી સંચાલિત છે, આ સાથ જ તેમાં બેટરીનો પણ ઉપયોગ કરાયો છે. તેઓ જણાવે છે કે, તેઓ બોરવેલના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેઓને ચામડીની એલર્જી હોવાથી તબીબે છાયડામાં રહેવાની સલાહ આપી હતી, ઘરે બેસવું અશક્ય હતું ત્યારે આ કોઈ વિકલ્પ ન હોવાથી તેઓએ વિચાર્યું અને એક એવી ગાડી તૈયાર કરી કે, જેનાથી તેઓ કામે પણ જઈ શકે અને પોતાનું ગુજરાન પણ ચલાવી શકે, અને તેમણે  વેસ્ટમાંથી બેસ્ટ એક સોલાર પેનલથી ચાલતી કેમ્પર વાન તૈયાર કરી દીધી.

Advertisement

Advertisement

કેમ્પર વાનમાં પેટ્રોલ, ડીઝલ ભરવાની કોઈ ઝંઝટ રહેતી નથી. તેમાં એસી, પંખો, લાઈટ, ઈલેકટ્રીક સગડી જેવી તમામ સુવિધા ઉપલબ્ધ છે. અંદાજે ત્રણ લાખ રૂપિયામાં તૈયાર કરેલ કેમ્પર વાનમાં એ તમામ સુવિધા છે જે લક્ઝુરિયસ સાધનમાં હોય. ખેડૂત અમૃતભાઈએ એફવાય બીકોમનો અભ્યાસ કર્યો અને આઈટીઆઈ કર્યા બાદ વાયરમેનનું કામ કર્યું. પરંતુ તેમાં ઘણી સમસ્યા આવતા તેમણે આ કેમ્પર વાન બનાવવાનું નક્કી કર્યું. હાલ તેઓ બોરવેલના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

Advertisement

Advertisement

સૂર્ય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરતા સિદ્ધાંત પર આધારિત દેશી કેમ્પરવાન બનાવવામાં આવી છે. રૂપિયા ત્રણ લાખના ખર્ચે કેમ્પર વાન બનાવી છે. છોટા હાથીના પાછળનું કેરેજ કાઢી રૂમ બનાવી રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં એસી, પંખો, લાઈટ, રસોઈ બનાવવા માટે ઈલેક્ટ્રીક સઘડી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.

Advertisement

Advertisement

ભવિષ્યમાં ખેતીના સાધનો બનાવવાની ઈચ્છા
અમૃતભાઈ પટેલ જણાવે છે કે, આગળ જતાં તેઓ ખેતીમાં ઉપયોગી સાધનો બનાવશે, આ સાથે જ તેઓ આગામી દિવસોમાં જુનુ થઈ ગયેલ ટ્રેક્ટર પણ સોલારથી ચાલે તે માટે કામ કરી રહ્યા છે અને તેમને સફળતા મળશે.,, આ સાથે જ તેમણે બેટરીથી ચાલતી સાયકલ અને બે મોટરસાયકલ પણ બનાવી છે..

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!