29 C
Ahmedabad
Tuesday, April 23, 2024

મેક્રમ આર્ટ વિદ્યાર્થીઓ માટે બન્યું સ્ટાર્ટ અપ, શામળાજી આર્ટ્સ કોલેજ નો નવતર અભિગમ, પારંપરિક ઘર સુશોભનની ચીજવસ્તુઓએ વિદ્યાર્થીઓનું જીવન બદલ્યું


કોલેજ અભ્યાસ દરમિયા વિદ્યાર્થીઓ કંઈક નવીન કરે તેવા પ્રયાસો ખૂબ ઓછા થતાં હોય છે પણ અરવલ્લી જિલ્લાની શામળાજી આર્ટ્સ કોલેજ માં કંઈક અનોખી કામગીરી કરવામાં આવી રહી છે જ્યાં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાથે ગૂંથણની તાલિમ અપાઈ રહી છે જેથી તેઓ ભણતરની સાથે સાથે આજીવિકા પણ મેળવી રહ્યા છે અને ભવિષ્યમાં પોતાનું સ્ટાર્ટ અપ ઊભુ કરી શકે. આ માટે કોલેજ ના પ્રાધ્યાપકોએ એક નવતર અભિગમ અપનાવી કોલેજમાં મેક્રમ આર્ટ શિખવવાની કળા વિદ્યાર્થીઓને શિખવી આજે વિદ્યાર્થીઓ કંઈક નવું કરતા નજરે પડી રહ્યા છે.

Advertisement

Advertisement

અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા ભિલોડા તાલુકાના શામળાજી ખાતે આવેલ શામળાજી કોલેજના વિદ્યાર્થીઓને સ્ટાર્ટ માટે અનોખો પ્રયાસ કરાયો છે, જેના થકી વિદ્યાર્થીઓ રોજગારી મેળવી શકે અને ભવિષ્યમાં આજીવિકા માટે એક અવસર ઉભો કરી શકે. આ માટે શામળાજી કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને મેક્રમ આર્ટ શિખવવામાં આવી રહ્યું છે, આ એક ગૂંથણ છે, જેના થકી અલગ અલગ ઘરમાં ઉપયોગી ચીજવસ્તુઓ બનાવી શકાય છે.

Advertisement

કોલેજ ટ્રાયબલ વિસ્તારમાં હોવાથી 85 ટકા વિદ્યાર્થીઓ આદિવાસી સમાજના છે, આમાં કેટલાય વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિત સારી ન હોવાને કારણે વિદ્યાર્થીઓ ફી માફી માટે પ્રિન્સિપાલને રજૂઆત કરતા હોય છે ત્યારે ટ્રસ્ટીઓએ સાથે મળીને વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સ્ટાર્ટ અપ કરી શકે તેવા આશય સાથે મેક્રમ આર્ટ શિખવવાની શરૂઆત શામળાજી આર્ટ્સ કોલેજ ખાતે કરવામાં આવી હતી.

Advertisement

કોલેજના પ્રિન્સાપાલ અને ટ્રસ્ટીઓ વિચાર કર્યો કે, આ કોઈ વિકલ્પ નથી, જેથી વિચાર કર્યો કે, આર્થિક રીતે અક્ષમ વિદ્યાર્થીઓ સરળતાથી ફી ભરી શકે અને ભવિષ્યમાં રોજગારી મેળવી શખે તે માટે કોલેજના પ્રાધ્યાપક ડોક્ટર જાગૃતિ પટેલે વિદ્યાર્થીઓ માટે કંઈક વિચાર્યું અને મેક્રમ આર્ટ વિદ્યાર્થીઓને શિખવવાની શરૂઆત કરી..

Advertisement

Advertisement

મેક્રમ આર્ટ શરૂઆત કરવા માટે  કોલેજના અધ્યાપકો સાથે પ્રિન્સિપાલની બેઠક મળી અને મેક્રમ આર્ટ બનાવવાની શરૂઆત કરવામાં આવી, જેમાં રો મટિરિયલ કોલેજ આપે અને તેમાંથી જે મહેનતાણું હોય તે વિદ્યાર્થીઓને આપવામાં આવે. આ વિચાર સાથે આજથી ચાર વર્ષ અગાઉ મેક્રમ આર્ટ ની શરૂઆત કોલેજમાં કરાઈ હતી, આ માટે રો મટિરિયલ અમદવાદા અને વોડદરાથી લાવવાની શરૂઆત કરાઈ હતી,,,

Advertisement

વિદ્યાર્થીઓ સમક્ષ મેક્રમ આર્ટ વિશે વાત મુકતા વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો અને વિદ્યાર્થીઓ આ કળા શિખવા માટે રાજી થયા અને ત્યારબાદ ચાર વર્ષ અગાઉ આની શરૂઆત આર્ટ્સ કોલેજ, શામળાજી ખાતે કરવામાં આવી હતી,,

Advertisement

શરૂઆતમાં નાની ચીજવસ્તુઓ બનાવવતા હતા, ત્યારબાદ અધ્યાપકના માર્ગદર્શન અને સોશિયલ મીડિયાનો ઉપયોગથી અલગ- અલગ તેમજ રોજિંદા જીવનમાં ઉપયોગી ચીજવસ્તુઓ બનાવવાની શરૂઆત કરાઈ હતી,

Advertisement

વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવતી અવનવી વસ્તુઓને શામળાજી ખાતે ભરાતા પૂનમના મેળામાં સ્ટોલ મુકીને તેનું વેચાણ કરાય છે, વિદ્યાર્થીઓને સ્વનિર્ભર બનાવવાના આશય સાથે શામળાજી આર્ટ્સ કોલેજ દ્વારા આ પ્રયાસ કરાયો છે,

Advertisement

શામળાજી આર્ટ્સ કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવતા અને વિદ્યાર્થીઓને મેક્રમ આર્ટ અંગે તાલિમ આપતા ડોક્ટર જાગૃતિ પટેલ જણાવે છે કે, તેમના પતિ આર્મીમાં ફરજ બજાવે છે, અને તેમની સાથે રહેતા હતા ત્યારે તેમણે મેક્રમ આર્ટ અંગે શિખવા મળ્યું હતું, વર્ષ 2015માં તેઓ શામળાજી આર્ટ્સ કોલેજમાં જોડાયા અને ત્યારબાદ તેમણે વિદ્યાર્થીઓના ભવિષ્યનો વિચાર કરીને વર્ષ 2016માં મેક્રમ આર્ટ વિદ્યાર્થીઓને શિખવવાની શરૂઆત કરી હતી, જેથી વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સ્ટાર્ટ અપ કરી શકે અને અભ્યાસની સાથે સાથે કંઈક નવું શિખી શકે.

Advertisement

મેક્રમ આર્ટમાં ગૂંથણની કળા છે, જેમાં વિદ્યાર્થી પોતાના આઈડિયા વિચારીને અલગ – અલગ ચીજવસ્તુઓ બનાવી શકે છે, તેમણે જણાવ્યું કે, કોવિડ પહેલા તેમના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલી તમામ ચીજવસ્તુઓ શામળાજીના મેળામાં વેચાઈ ગઈ, ત્યારબાદ કોવિડને કારણે આ કામગીરી સ્થગિત કરાઈ હતી, જે હવે પુન:શરૂ કરાતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Advertisement

ઘર સુશોભનની વસ્તુઓ બને છે અહીં
ચાવી ભરાવવાનું સ્ટેન્ડ, પેન બોક્સ, ઝૂલો, જુમ્મર, તોરણ, મોબાઈલ ચાર્જર સ્ટેન્ડ સહિત ગૃહ સુશોભનની અલગ અલગ વસ્તુઓ બનાવવામાં આવે છે, આ સાથે જ કેટલીક વસ્તુઓ બનાવવામાં મણકાનો પણ ઉપયોગ કરાય છે, જેથી આકર્ષક બની જતા હોય છે. આ ગૂંથણ કળામાં માત્ર બે ગાંઠની જ કળા હોય છે, જે વિદ્યાર્થીઓ માટે આજીવિકા ભવિષ્યમાં બનશે.

Advertisement

કોલેજમાં ચાલતી આ કળાને જોવા માટે દૂર દૂરથી મુલાકાતીઓ આવતા હોય છે, આ સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓએ પણ આ કામની નોંધ લીધી હતી,  વિદેશથી પણ નામાંકિત વ્યક્તિઓને જેમ-જેમ જાણ થાય તેમ મુલાકાત લઈ રહ્યા છે એટલું જ નહીં ઓર્ડર મુજબ વિદ્યાર્થીઓ વિવિધ આઈટમ બનાવી આપતા હોય છે,

Advertisement

મેક્રમ એક પ્રકારની પ્લાસ્ટિકની દોરી હોય છે, જે લાંબા સમય સુધી ટકી રહેતી હોય છે, એટલું જ નહીં ધોવા થી પણ તેની સુંદરતમાં કોઈ જ ઉણપ આવતી નથી અને લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરી શકાય છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!