38 C
Ahmedabad
Friday, April 19, 2024

સફાઈ કામદારોના પ્રશ્ને ગાંધીનગર સુધી દંડવત યાત્રા : લાલજી ભગત અને તેમની પત્નીએ અરવલ્લી કલેકટરને દંડવત યાત્રા કરી આવેદન પત્ર


ગુજરાત પ્રદેશ વાલ્મિકી સમાજના પ્રમુખ લાલજી ભગતે રાજ્યમાં સફાઈ કામદારોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે એક વર્ષ અગાઉ દંડવત યાત્રા માલપુર થી યોજી હતી દંડવત યાત્રા રોજડ પહોંચતા સરકારના બે મંત્રી દ્વારા પારણા કરાવી લાલજી ભગત અને વાલ્મિકી સમાજના અગ્રણીઓ સાથે મુખ્યમંત્રી સાથે બેઠક યોજી સફાઈ કામદારોના પડતર માંગણીઓને લઈને હૈયાધારણા આપ્યાને એક વર્ષ કરતા વધુ સમય પૂર્ણ થવા છતાં પ્રશ્નો યથાવત રહેતા લાલજી ભગત અને તેમની પત્નીએ અરવલ્લી જીલ્લા સેવાસદનમાં દંડવત યાત્રા યોજી કલેકટરને આવેદનપત્ર આપી અધૂરી દંડવત યાત્રા યોજાવાની જાહેરાત કરી હતી

Advertisement

Advertisement

ગુજરાતના સફાઈ કામદારોના હક્ક માટે લડત ચલાવતા ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા સફાઈ કામદારોના પડતર પ્રાણ પ્રશ્નોને લઈને સંગઠનના પ્રમુખ લાલજી ભગતે એક વર્ષ અગાઉ માલપુર થી ગાંધીનગર દંડવત યાત્રા યોજતા સરકાર પર માછલાં ધોવાતા દંડવત યાત્રા 18મા દિવસે રોજડ પહોંચતા સરકારના સામાજીક ન્યાય અધિકારી મંત્રી પ્રદીપ પરમાર અને અન્ન પુરવઠા મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર પહોંચી લાલજી ભગતને પારણા કરાવ્યા હતા અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઓફિસમાં સફાઈ કર્મીઓના પ્રશ્નોને લઈને વાલ્મિકી સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજી યોગ્ય ન્યાયની હૈયાધારણા આપ્યાના એક વર્ષ સુધી સફાઈ કામદારોના પ્રશ્નો હલ ન થતા લાલજી ભગત અને તેમની પત્નીએ અરવલ્લી જીલ્લા કલેકટર પરિસરમાં દંડવત યાત્રા કરી આવેદનપત્ર આપી આગામી 12 માર્ચથી અધૂરી દંડવત યાત્રા તાજપુર થી ગાંધીનગર પૂર્ણ કરી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવશેની ચીમકી ઉચ્ચારી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!