38 C
Ahmedabad
Sunday, May 19, 2024

યુ.એસ.એ ના ડેલવેર સ્ટેટના ગવર્નર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજ્ન્ય મુલાકાતે


ગુજરાત અને યુનાઇટેડ સ્ટેટસ ઓફ અમેરિકાના ડેલવેર સ્ટેટ વચ્ચેના સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટ અન્વયે ઉચ્ચ શિક્ષણ, વેપાર અને રોકાણ ભાગીદારી તેમજ બાયોટેક અને ફાર્માસ્યુટિકલ સહિતના વિવિધ ક્ષેત્રોમાં પરસ્પર લાભદાયી સહયોગના વિસ્તરણને પ્રોત્સાહન અપાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ડેલવેર સ્ટેટના ગવર્નર યુત જ્હોન કાર્ને અને પ્રતિનિધિમંડળની ગાંધીનગરમાં યોજાયેલી સૌજ્ન્ય મુલાકાત બેઠકમાં આ અંગે ફળદાયી ચર્ચા, પરામર્શ હાથ ધરવામાં આવ્યા હતા.

Advertisement

ગુજરાત અને ડેલવેર વચ્ચે ર૦૧૯માં સિસ્ટર-સ્ટેટ એગ્રીમેન્ટ કરવામાં આવેલા છે અને તેને વ્યાપક સ્તરે આગળ ધપાવવા આ મુલાકાત બેઠક ઉપયુકત બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-NEP 2020 એ વિદેશી યુનિવર્સિટીઓને ભારતમાં તેમની આંતરરાષ્ટ્રીય શાખા-કેમ્પસ સ્થાપવાની તકો ખોલી આપી છે.

Advertisement

આ સંદર્ભમાં યુનિવર્સિટી ઓફ ડેલવેર અને ડેલવેર સ્ટેટ યુનિવર્સિટી ગુજરાતમાં ગિફટ સિટીમાં કેમ્પસ સ્થાપવા વિચારી શકે છે. એટલું જ નહિ, ડેલવેર બાયોટેક્નોલોજી ઇન્સ્ટીટયૂટ અને ગુજરાત સ્ટેટ બાયોટેક્નોલોજી મિશન પણ શૈક્ષણિક સંશોધન અને વિકાસ માટે સહયોગ કરી શકે તેમ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ હતું.

Advertisement

મુખ્યમંત્રીએ આ ઉપરાંત આઇ-ક્રિયેટ, લાઇફ સાયન્સીસ સ્ટડીઝ વગેરેમાં પણ ડેલવેર સ્ટેટની ઉચ્ચસ્તરીય શૈક્ષણિક સંસ્થાઓની ભાગીદારી થઇ શકે તેની વિસ્તૃત ભૂમિકા આપી હતી. તેમણે ગિફટ સિટી ખાતે આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ, મશીન લર્નીંગ, બ્લોક ચેઇન, સાયબર સિક્યુરિટી, હેલ્થ ટેક, એજ્યુ ટેક અને ડેટા સેન્ટર જેવી ડિઝીટલ ટેક્નોલોજીના ક્ષેત્રોમાં પણ ડેલવેરની ફિનટેક કંપનીઝ અને ટેક સ્ટાર્ટઅપ્સને જોડાવા આમંત્રણ આપ્યું હતું.

Advertisement

મુખ્યમંત્રી સાથેની મુલાકાત બેઠક પહેલાં ડેલવેરના ગવર્નર અને પ્રતિનિધિમંડળે ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઇ પટેલ, ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત તથા ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મુલાકાત લઇને રાજ્યના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ તેમજ ઉદ્યોગ ક્ષેત્રના બહુવિધ વિકાસની વિગતો પણ જાણી હતી અને ડેલવેરાની યુનિવર્સિટીઝ સાથે ગુજરાત રાજ્યની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની સહભાગીતાની ચર્ચા હાથ ધરી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ ભારતના સૌથી મોટા ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ રિજીયન અને સ્માર્ટ સિટી ધોલેરા SIR માં અમેરિકન કંપનીઓને રોકાણ માટે ઇંજન આપ્યુ હતું.તેમણે આ અંગે વધુમાં જણાવ્યું કે, એરોસ્પેસ એન્ડ ડિફેન્સ, ઓટોમોટિવ અને એન્સીલયરીઝ ઉત્પાદન સેક્ટરમાં ધોલેરા SIR માં અમેરિકન કંપનીઓ રોકાણ કરીને તેમના ઉત્પાદનો મધ્યપૂર્વ અને આફ્રિકા જેવા વર્લ્ડ માર્કેટમાં સપ્લાય કરી કાર્ય વિસ્તાર વધારી શકે તેમ છે.

Advertisement

ડેલવેર સ્ટેટના ગવર્નરએ ગુજરાતના સર્વગ્રાહી વિકાસથી પ્રભાવિત થયા હોવાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે, યુ.એસ.એ માં 45 લાખ ભારતીય ડાયસ્પોરામાંથી 15.20 લાખ જેટલા ગુજરાતીઓ વસે છે અને યુ.એસ.એ 2015 અને 2017 ની વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં પાર્ટનર કન્ટ્રી પણ હતું. યુત જ્હોન કાર્નેએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય માટે અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!