27.4 C
Gujarat
Thursday, August 6, 2026
Home ગુજરાત મોડાસા કલરવ શિશુ વિકાસ કેન્દ્રના ભૂલકાઓનો શૈક્ષણિક પ્રવાસ, બાળકોમાં ઉત્સાહ

મોડાસા કલરવ શિશુ વિકાસ કેન્દ્રના ભૂલકાઓનો શૈક્ષણિક પ્રવાસ, બાળકોમાં ઉત્સાહ

0
182

અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલ કલરવ શિશુ વિકાસ કેન્દ્ર બાળ મંદિરના વિદ્યાર્થીઓનો શૈક્ષણિક પ્રવાસ યોજવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં બાળકો પ્રવાસ માટે રવાના થયા હતા. શુક્રવારના દિવસે શૈક્ષિણક પ્રવાસનું આયોજન કરવામાં આવતા વહેલી સવારે વાલીઓ તેમના બાળકોને મુકવા માટે  આવી પહોંચ્યા હતા અને બાળકોમાં પણ ઉત્સાહનો મહાલ જોવા મળ્યો હતો.

શાળાઓમાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે પ્રવાસ પણ કરાવવામાં આવતા હોય છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા કેળવણી મંડળ સંચાલિત કલરવ શિશુ વિકાસ કેન્દ્ર બાળ મંદિરના બાળકોનો પ્રવાસ યોજવામાં આવ્યો છે, જેમાં બાળકોને વૈષ્ણોદેવી મંદિર તેમજ ગાંધીનગર ના સેક્ટર 28માં આવેલ ગાર્ડનની મુલાકાતે બાળકોને લઇ જવાયા છે. બાળકોને આ શૈક્ષણિક પ્રવાસના આયોજનને લઇને વહેલી સવારથી જ વાલીઓ મોટી સંખ્યામાં સ્કૂલ પહોંચ્યા હતા અને બાળકોને તેમના શૈક્ષણિક પ્રવાસને યાદગાર બનાવવા બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી. શૈક્ષણિક પ્રવાસમાં શાળાના આચાર્યા તેમજ શિક્ષકો પણ જોડાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!