33 C
Ahmedabad
Thursday, March 28, 2024

આદિવાસી પરંપરા અને પૌરાણિક ચીજવસ્તુઓ કે, તમે નહીં જોઈ હોય, એવી વસ્તુઓનો સંગ્રહાલય


ગુજરાતમાં અંબાજી થી ઉમરગામ સુધી આદિવાસી આદિવાસી પટ્ટો ધરાવે છે, પણ આજે આદિવાસી સમાજની કેટલીક ચીજવસ્તુઓ લુપ્ત થવા લાગી છે. જુના જમાનામાં કેટલીય વસ્તુઓનો ઉપયોગ રોજિંદા જીવનમાં થતો હતો, જેમાં અનાજ સાચવવા માટેના વાસણો હોય કે, પછી બિયારણ તૈયાર કરાવા માટેની વસ્તુઓ, આજે તે જુની પરંપરાઓને લુપ્ત થી છે. અરવલ્લી જિલ્લામાં આદિવાસી સમાજની ડુંગરી ગરાસિયા સમાજની વસ્તુ વધારે છે, પણ શામળાજી આર્ટ્સ કોલેજે આદિવાસી સમાજની લુપ્ત થતી ચીજવસ્તુઓને ટકાવી રાખવાનો નવો અભિગમ અપનાવ્યો છે. આ માટે કોલેજ દ્વારા એક યોજના બનાવવામાં આવી અને અંતરિયાળ વિસ્તારમાંથી સમાજના આગેવાનો પાસેથી પૌરાણિક ચીજવસ્તુઓ મેળવી કોલેજમાં મ્યુઝિયમ તૈયાર કરાયો છે, જ્યાં આદિવાસી સમાજ અને તેમની પરંપરા સાથે જોડાયેલી અંદાજે 180 જેટલી ચીજવસ્તુઓનો વારસો મુકાયો છે.

Advertisement

આદિવાસી સમાજની ઓળખ એવું તીર કામઠુ, હાથના કડલા, કમર જુડો, પગમાછલી, હાંસડી, પ્રાચિન વાદ્યો, ખેતીના ઓઝારો સહિતની અનેક ચીજવસ્તુઓ એકત્રિત કરાઈ છે, સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓને અહીંના આદિવાસી પરંપરાથી વાકેફ કરાય છે.

Advertisement

Advertisement

કોલેજના આચાર્ય દ્વારા રાહુલ ગામેતીને આગેવાન બનાવીને આ તમામ વસ્તુઓને એકત્રિત કરવા માટેની જવાબદારી સોંપી હતી, ત્યારે તેમણે અંતરિયાળ વિસ્તારમાં ગામના આગેવાનોને મળીને કેટલીય વસ્તુઓનો સંગ્રહ આજે નાના મ્યુઝિમમાં સંગ્રહિત કર્યો છે, આગામી દિવસોમાં આ મ્યુઝિયમને મોટો બનાવવાની પણ કોલેજના આચાર્ય ડોક્ટર અજય પટેલી કરી છે.

Advertisement

શામળાજી આર્ટ્સ કોલેજના આચાર્ય અજય પટેલ, ડો. અજય પટેલ જણાવે છે કે, કોલેજમાં 85 ટકા વિદ્યાર્થીઓ આદિવાસી સમાજમાંથી આવે છે,, કોલેજમાં સમાજશાસ્ત્ર વિષય પણ ચાલે છે, અભ્યાસ દરમિયાન કેટલીક વાર વિદ્યાર્થીઓને પ્રાચિન સંસ્કૃતિ અંગે પૂછવામાં આવતા પ્રત્યુત્તર આપવામાં વિદ્યાર્થીઓ પાછા પડતા હતા, એટલે વિદ્યાર્થીઓ સાથે ગ્રામ્ય વિસ્તારમાં જવા માટેની એક ટુર ગોઠવી હતી અને મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમિયાન પૌરાણિક સમયમાં આદિવાસી સમાજની જીવનશૈલી, લોકગીતો વગેરે કેવા હતા તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ કેટલીય વસ્તુઓથી અજાણ હોવાથી નવો વિચાર કર્યો અને સંગ્રહાલય તૈયાર કરવાનો વિચાર કર્યો અને શામળાજી આર્ટ્સ કોલેજ ખાતે ધીરેધીરે કરીને આજે મોટી સંખ્યામાં પૌરાણિક ચીજવસ્તુઓનો સંગ્રહ કરાયો છે.

Advertisement

આદિવાસી સમાજ સાથે જોડાયેલી આ ચીજવસ્તુઓને મેળવવા કોલેજ અને વિદ્યાર્થીઓને કેટલીય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો… આચાર્ય જણાવે છે કે, જ્યારે વિદ્યાર્થીઓ કોઈ ગામમાં કોઈ ચીજવસ્તુ લેવા જતા ત્યારે સંભારણુ હોવાની વાત કરીને ક્યારે તેમને ખાલી હાથે પાછા ફરવાનો પણ વારો આવતો હતો.. તો કેટલીક જગ્યાએ વિદ્યાર્થીઓ પહોંચતા અને કોલેજમાં તેમની વસ્તુઓ રાખીને વિદ્યાર્થીઓને આદિવાસી સંસ્કૃતિ વિષે ખ્યાલ આપવાનું કહીને તે વસ્તુઓ મેળવતા હતા.

Advertisement

અરવલ્લી જિલ્લાના શામળાજીમાં આવેલ આર્ટ્સ કોલેજ દ્વારા આ સરાહનિય કામગીરી કરી છે, જેથી આવનાર પેઢીને પૌરાણિક ચીજવસ્તુઓનો સરળતાથી ખ્યાલ આવી શકે આ સાથે જે વસ્તુ વિસરાઈ ગઈ છે, તે અંગે પણ વિદ્યાર્થીઓ સરળતાથી સમજી શકે તેવા આશય સાથે આ મ્યુઝિયમ તૈયાર કરાયો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!