27 C
Ahmedabad
Saturday, April 20, 2024

અરવલ્લી જીલ્લાને ગુજરાત સરકારની બજેટમાં ગિફ્ટ : જીલ્લામાં સિવિલ પછી મેડિકલ કોલેજ સ્થાપના થશે, આરોગ્યલક્ષી સેવાઓ વધુ સુદ્રઢ થશે


ગુજરાત રાજ્યની 15મી વિધાનસભાનું પ્રથમ બજેટ રજુ કરવામાં આવ્યું હતું જેમાં અરવલ્લી જીલ્લામાં મેડિકલ કોલેજની સ્થાપના કરવાની જાહેરાત થતા જીલ્લાના પ્રજાજનોમાં આનંદ છવાયો હતો મોડાસા શહેરમાં જીલ્લા સેવાસદન નજીક 121 કરોડના ખર્ચ સિવિલ હોસ્પિટલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ત્યારે જીલ્લામાં મેડિકલ કોલેજની સ્થાપના પછી આરોગ્યલક્ષી સેવાઓમાં વધારો થશે વાત્રક જનરલ હોસ્પિટલમાં કે પછી મોડાસા શહેરમાં નવ નિર્માણ પામતી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કોલેજ સ્થાપવામાં આવશેની ચર્ચા જામી છે

Advertisement

કોરોનાની મહામારીમાં જીલ્લામાં સિવિલ હોસ્પિટલના અભાવે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હોવાની સાથે સમયસર સારવાર ન મળતા અનેક લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો વર્ષોથી બજેટમાં સિવિલ હોસ્પિટલની જાહેરાત પછી બજેટ ફાળવણી પણ થઇ ગઈ હતી પરંતુ સિવિલ હોસ્પિટલ માટે જમીન મામલે ઘાંચ પડ્યા પછી જમીન વિવાદ ઉકેલાયો હતો અને 121 કરોડના ખર્ચે 125 બેડ ધરાવતી અદ્યતન સિવિલનું નિર્માણ પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે જીલ્લામાં મેડિકલ કોલેજની સ્થાપનાની જાહેરાત થતા લોકોમાં આનંદ છવાયો હતો

Advertisement

રાજ્ય સરકારે અંતરિયાળ વિસ્તારના લોકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ અંગે બજેટમાં ખાસ જોગવાઇઓ કરવામાં આવી છે. પ્રાથમિક આરોગ્ય સેવાઓની સાથોસાથ રેફરલ અને સુપર સ્પેશિયાલિટી સુધીની આરોગ્યલક્ષી સેવાઓનો વ્યાપ વધારવા માટે અરવલ્લી, છોટાઉદેપુર, મહીસાગર અને ડાંગ ખાતે નવી મેડિકલ કોલેજોની સ્થાપના કરવામાં આવશેની જાહેરાત કરી છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!