30 C
Ahmedabad
Thursday, April 25, 2024

અરવલ્લી : LCBએ શામળાજી હોટલ આગળ ઉભેલી લકઝરી બસમાં ચોરી કરનાર ભિલોડાના આરોપીને બ્રેઝા કાર સાથે દબોચી લીધો


 

Advertisement

ભિલોડાના હમીદ યાસીન મુલતાનીની બ્રેઝા કારનો ચોરીમાં ઉપયોગ કરવા માટે મધ્યપ્રદેશમાં રહેતા માસીના દીકરાએ ચોરીમાં ભાગ આપ્યો

Advertisement

અમદાવાદ-ઉદેપુર હાઇવે પર દસ મહિના અગાઉ શામળાજી નજીક ઓસપાલવ હોટલ આગળ ઉભેલી ટ્રાવેલ્સમાંથી મુસાફરના 4.70લાખ અને ક્રિષ્ના હોટલ આગળ ઉભેલી ટ્રાવેલ્સમાંથી મુસાફરના 7.50 લાખના 15 તોલા સોનાના દાગીનાની ચોરી થતા ભારે ચકચાર મચી હતી અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે લકઝરી બસમાં ચોરીના ગુન્હામાં સંડોવાયેલ ભિલોડાના હમીદ યાસીન મુલતાનીને શામળાજી આશ્રમ ચોકડી નજીક બ્રેઝા કાર સાથે ઝડપી લીધો હતો લકઝરી બસમાં ચોરી કરનાર મુખ્ય સૂત્રધાર અને તેના બે સાગરીતો મધ્યપ્રેદેશના હોવાથી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement

અરવલ્લી એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે શામળાજી આશ્રમ ચોકડી નજીક પેટ્રોલિંગ હાથધરતા દસ મહિના અગાઉ હોટલ આગળ ઉભેલી બે લકઝરી બસમાં લાખ્ખો રૂપિયાની ચોરીના ગુન્હાને અંજામ આપનાર ભિલોડાના ગોવિંદનગરમાં રહેતો હમીદ યાસીન મુલતાની ગુન્હામાં વપરાયેલ બ્રેઝા કાર સાથે ભિલોડા તરફથી આવી રહ્યો હોવાની બાતમી મળતા પોલીસે દબોચી લઇ સઘન પૂછપરછ કરતા હમીદ મુલતાનીએ તેના માસીના દીકરાએ લકઝરી બસમાં ચોરીને અંજામ આપવા બ્રેઝા કાર માંગી ચોરીમાં ભાગ આપવાનું જણાવી લઇ ગયો હોવાનું જણાવતા ધરપકડ કરી લકઝરી બસમાં ચોરીમાં સંડોવાયેલ મુખ્ય સુત્રધાર મધ્યપ્રદેશ ખેરવાના 1)સેફલી ગુલઝાર મુલતાની,2)બબલુ મોહમ્મદ મુલતાની અને 3)તૈયુબ અલ્લારખા મુલતાનીને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ મધ્યપ્રદેશ તરફ લંબાઈ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!