29.7 C
Gujarat
Monday, August 3, 2026
Home HeadLines મોડાસામાં તૈયાર થશે 3 કરોડના ખર્ચે કમ્પ્યુનિટી હોલ અને બગીચો, શહેરીજનોને મળશે...

મોડાસામાં તૈયાર થશે 3 કરોડના ખર્ચે કમ્પ્યુનિટી હોલ અને બગીચો, શહેરીજનોને મળશે પાર્ટી પ્લોટ જેવી સુવિધા

0
134

અરવલ્લી જિલ્લાના મોડાસામાં વિવિધ વિકાસલક્ષી કાર્યો સતત થઈ રહ્યા છે આ વચ્ચે મોડાસા નગર પાલિકા દ્વારા વધુ એક વિકાસલક્ષી કાર્ય શરૂ કરવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. મોડાસાના બાયપાસ રોડ વિસ્તારમાં સરકારી વસાહત નજીક અંદાજે ત્રણ કરોડના ખર્ચે કમ્યુનિટી હોલ અને બગીચો તૈયાર થનાર છે, આ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

મોડાસાના માલપુર બાયપાસ થી ડુઘરવાડા ચોકડી બાયપાસ રોડ વચ્ચે પાલિકાનો વિશાળ કમ્યુનિટી હોલ તૈયાર થનાર છે. સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 2 કરોડના ખર્ચે કમ્યુનિટી હોલ તૈયાર થનાર છે, આ સાથે જ અંદાજે 1 કરોડ રૂપિયાના ખર્ચે બગીચો પણ પાલિકા દ્વારા બનાવવામાં આવી રહ્યો છે, જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોડાસા નગર પાલિકાના પ્રમુખ જલ્પાબહેન ભાવસાર, ઉપપ્રમુખ આર.સી.મહેતા બાંધકામ સમિતીના ચેરમેન આશિષ પટેલ તેમજ પાલિકા ચીફ ઓફિસર સંજય પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

 

મોડાસા બાયપાસ રોડ વિસ્તારમાં તૈયાર થનાર કમ્યુનિટી હોલ નજીવા દરે પાર્ટી પ્લોટ ની જેમ શહેરીજનો માટે ઉપયોગી નિવળશે, જેમાં આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવનાર છે. આ સાથે જ નજીકમાં જ સુંદર બગીચાનું નિર્માણ પણ થવા જઈ રહ્યું છે. આ પ્રસંગે પાલિકાના કોર્પોરેટર્સ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!