30 C
Ahmedabad
Friday, April 26, 2024

શહેરા સરકારી વિનયન કોલેજ ખાતે ઉપક્રમે G-20 અંતર્ગત જિલ્લા સ્તરીય પડોશ યુવા સંસદવિષય હેઠળ G-20 અને Y-20 સંવાદનું આયોજન


સરકારી વિનયન કૉલેજ, શહેરામાં નેહરુ યુવા કેંદ્ર સંગઠન ગોધરા, અને સરકારી વિનયન કૉલેજ, શહેરા, જિ. પંચમહાલના સંયુક્ત ઉપક્રમે G-20 અંતર્ગત જિલ્લા સ્તરીય પડોશ યુવા સંસદવિષય હેઠળ G-20 અને Y-20 સંવાદનું આયોજન તા. ૨૭.૦૨.૨૦૨૩ ના રોજ સવારે ૯.૦૦ કલાકે કરવામાં આવ્યું હતું. જેમાં નેહરુ યુવા કેન્દ્ર, સંગઠન અને જિલ્લા યુવા અધિકારી શ્રી વિઠ્ઠલભાઈ ચોર્મોલે અને સરકારી વિનયન કૉલેજ શહેરાના આચાર્યશ્રી ડૉ. વિપુલભાઈ ભાવસાર, G-20 નોડલ ઓફિસર પ્રા. જયેશભાઈ વરીયાએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન ડૉ. ઉર્વશી કે. ઉમરેઠીયાએ કર્યું હતું. કાર્યક્રમને ત્રણ બેઠકમાં આયોજિત કરવામાં આવ્યો હતો. સમાંરભ અધ્યક્ષ ડૉ. વિપુલભાઈ ભાવસાર અને અતિથિ વિશેષશ્રી જિલ્લા યુવા અધિકારીના પ્રસંગોચિત ઉદ્બોધન બાદ પ્રથમ બેઠકની આભારવિધિ ભૂતપૂર્વ ઇનચાર્જ આચાર્યશ્રી અને સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉ. દિનેશભાઈમાછીએ કરી હતી. બીજી બેઠકમાં G-20 અંતર્ગત પ્રથમ વક્તવ્ય G-20 વિષય પર શહેરા કૉલેજના પ્રા. જયેશભાઈ વરિયા, બીજું વક્તવ્ય Y-20 વિષય પર સરકારી એન્જી. કૉલેજ, છબનપુર, ગોધરાના પ્રા. અજયભાઈ પટેલ, ત્રીજું વક્તવ્ય ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટસ વિષય પર ડેરોલ સ્ટેશનના આસિસ્ટન્ટ રીસર્ચ વૈજ્ઞાનિક જી. ડી. હડીયાએ આપ્યું હતું. બીજી બેઠકની આભારવિધિ સરકારી વિનયન કૉલેજ, શહેરાના IQAC કૉ.ઓર્ડીનેટર ડૉ. કિરણસિંહ રાજપૂતે કરી હતી. આ બેઠકમાં G-20 શુ છે? આ જૂથને લગતી અને એને લગતી તમામ બાબતને વક્તવ્યમાં આવરી લેવામા આવી હતી.

Advertisement

Y-20 માં GLOBAL INDIAN PERSPECTIVE ને ધ્યાનમાં રાખી યુવાઓને એમની જવાબદારીઓથી અને Y-20 ને લગતા મુદ્દાઓથી અવગત કરાવામાં આવ્યા હતાં. વિદ્યાર્થી માટે આ સંવાદ ઘણો મહત્વનો બની રહ્યો. ત્રીજી બેઠકમાં નેહરુ યુવા કેન્દ્ર અને સરકારી વિનયન કૉલેજ, શહેરા દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી. નેહરુ યુવા કેન્દ્ર ગોધરા તરફથી સાંસ્કૃતિક પ્રસ્તુતિકર્તાઓને શિલ્ડ અને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતાં. નેહરુ યુવા કેન્દ્ર, સંગઠન અને જિલ્લા યુવા અધિકારી શ્રી વિઠ્ઠલભાઈ ચોર્મોલે અને સરકારી વિનયન કૉલેજ શહેરાના આચાર્યશ્રી ડૉ. વિપુલભાઈ ભાવસાર, G-20 નોડલ ઓફિસર પ્રા. જયેશભાઈ વરીયાએ કરેલા કાર્યક્રમનું આયોજન સફળ રહ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!