33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : LCBએ મોડાસા માર્કેટયાર્ડ નજીક મોબાઈલમાં વરલી-મટકા ના આંકડા લખાવતા ત્રણ...

અરવલ્લી : LCBએ મોડાસા માર્કેટયાર્ડ નજીક મોબાઈલમાં વરલી-મટકા ના આંકડા લખાવતા ત્રણ જુગારીઓને દબોચ્યા

0
138

અરવલ્લી : LCBએ મોડાસા માર્કેટયાર્ડ નજીક મોબાઈલમાં વરલી-મટકા ના આંકડા લખાવતા ત્રણ જુગારીઓને દબોચ્ય

અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાય સમય થી ઓનલાઇન વરલી મટકાનું જુગાર ચાલી રહ્યુ છે ત્યારે જિલ્લા એલ.સી.બી સોમવાર ના રોજ મોડાસા ના માર્કેટ યાર્ડ પાસે રેઇડ કરી ત્રણ જુગારીઓ ને ઝડપી પાડ્યા હતા. મળતી માહિતી અનુસાર અરોપીઓ મોડાસાની ડુગરવાડા ચોકડી નજીક ઠક્કર પેટ્રોલ પંપની બાજુમાં આવેલ મખદુમ પાન નામની પાન મસાલાની દુકાનના કેબીન આગળ મોબાઇલમાં ગેરકાયદેસર વરલી મટકાના આંક ફરકના આંકડા પૈસાથી લખી રહ્યા હતા.આ દરમ્યાન એલ.સી.બી પોલીસે રેઇડ કરતાં સરફરાજ મુસ્તુફાભાઇ ટીંટોઇયા રહે. ૩બી દરીયાઇ સોસાયટી મોડાસા તા.મોડાસા જી.અરવલ્લી તથા મહેબુબ અબ્દુલકરીમ પઠાણ રહે.૩૯એ-દરીયાઇ સોસાયટી મોડાસા તા.મોડાસા અસરફ મો.હુસેન જેથરા રહે,૧૩૩ સાબલીયા સ્ટેટ મોડાસા તા.મોડાસા એ રીતેના ત્રણ ઇસમો લ રોકડ રૂ.૪૪૦૦/- તથા મોબાઇલ નંગ-૦૩ કિં.રૂ.૧૫,૦૦૦⟩- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૧૯,૪૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા . આરોપીઓ પાસેના મોબાઇલ ફોનથી વરલી મટકાના આંક ફરકના આંકડાઓ લખી લખાવડાવી જે વરલી મટકાના આંક ફરકના આંકડાઓનો હીસાબ રાખેલ હાલતમાં મળી આવ્યો હતો. જે ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ મોડાસા ટાઉન પોલીસ .સ્ટેશન.માં ગુન્હો દાખલ કરાવી આગળની તપાસ હાથ ધરી છે .

પકડાયેલ આરોપીઓઃ-
૧. સરફરાજ મુસ્તુફાભાઇ ટીંટોઇયા રહે. ૩બી દરીયાઇ સોસાયટી મોડાસા તા.મોડાસા
૨. મહેબુબ અબ્દુલકરીમ પઠાણ રહે.૩૯એ-દરીયાઇ સોસાયટી મોડાસા તા.મોડાસા
૩. અસરફ મો.હુસેન જેથરા રહે ૧૩૩ સાબલીયા સ્ટેટ મોડાસા તા.મોડાસા

વોન્ટેડ આરોપી-
(૧) અબ્દુલરહીમ ઉર્ફે ભુરાભાઇ કાદરભાઇ ખાનજી રહે,મોડાસા ભાગળ વિસ્તાર તા.મોડાસા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!