30.2 C
Gujarat
Sunday, August 23, 2026
Home ગુજરાત અરવલ્લી : મોડાસાની અલંકાર સોસાયટીમાં પીપળાના તોતીંગ વૃક્ષમાં પક્ષી ફસાતા ફાયર બ્રિગેડ...

અરવલ્લી : મોડાસાની અલંકાર સોસાયટીમાં પીપળાના તોતીંગ વૃક્ષમાં પક્ષી ફસાતા ફાયર બ્રિગેડ ટીમે રેસ્કયુ કર્યું

0
226

 

ઉત્તરાયણ પર્વ બાદ પક્ષીઓ માટે કપરો કાળ શરૂ થતો હોય છે ઉત્તરાયણ પર્વ પછી પાકા દોરા વૃક્ષ અને ઝાડ પર ભરાઈ રહેતા હોવાથી અનેક પક્ષીઓ લોહી લુહાણ હાલત ઈજાગ્રસ્ત બનવાની સાથે મોતને ભેટતા હોય છે મોડાસા શહેરની અલંકાર સોસાયટી નજીક પીપળાના વૃક્ષ પર પક્ષી ફસાતા મોડાસા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કરીને પક્ષીને બચાવી લીધું હતું

મોડાસા શહેરના શામળાજી રોડ પર આવેલી અલંકાર સોસાયટી નજીક તોતિંગ પીપળાના વૃક્ષ પર લપેટાયેલ પતંગની દોરીમાં પક્ષી ફસાઈ જતા અન્ય પક્ષીઓએ કોલહોલ મચાવતા જીવદયા પ્રેમી યુવકે ફાયર બ્રિગેડને જાણ કરતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ફાયર બ્રિગેડની ટીમે ઝાડ પર ચઢી ભારે જહેમત બાદ વૃક્ષ પર ફસાયેલ પક્ષીને બચાવી લીધું હતું પક્ષી દોરા માંથી મુક્ત થતા આકાશમાં ઉડી ગયું હતું લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને ફાયર બ્રિગેડ ટીમની સરાહના કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!