33 C
Ahmedabad
Friday, March 29, 2024

અરવલ્લી : 19 હજારથી વધુ હેક્ટરમાં બટાકાની ખેતી કરનાર ખેડૂતો દયનિય સ્થિતિમાં,બટાકા કાઢવાના સમયે ભાવ તળિયે પહોંચ્યા


ખેડૂતોને બિયારણ અને દવા સહીત મજૂરી ખર્ચ પણ માથે પડે તો નવાઈ નહીં

Advertisement

અરવલ્લી જીલ્લાના ખેડૂતો છેલ્લા કેટલાક વર્ષથી પરંપરાગત ખેતી સાથે બાગાયતી ખેતી અને રોકડીયા પાક પણ લઇ રહ્યા છે જીલ્લામાં 19 હજારથી વધુ હેક્ટરમાં ખેડૂતો પોષણક્ષમ ભાવ મળી રહેવાના આશાવાદ સાથે બટકાનું વાવેતર કર્યું છે હાલ બટાકા કાઢવાની સીઝન પુરજોશમાં ચાલી રહી છે ત્યારે બટાકાના ભાવમાં કડાકો બોલાતા ખેડૂતોને પડતા ઉપર પાટું પડયું હોય તેવી સ્થિતિ પેદા થઇ છે ખેડૂતો ભારે ચિંતામાં સરી પડ્યા છે બટાકાના સતત ગગડતા ભાવને પગલે ખેતીનો ખર્ચ પણ ક્યાંથી કાઢવો તે યક્ષ પ્રશ્ન બન્યો છે

Advertisement

અરવલ્લી જીલ્લામાં બટાકાનું વાવેતર કરનાર ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેમ બટાકાના મણના ભાવ રૂ.100ની આસપાસ પહોંચતા ખેડૂતોએ બટાકાના વાવેતરમાં વીઘાએ કરેલ 50 હજારથી વધુનો ખર્ચ માથે પડ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે ગુજરાત સહીત અન્ય રાજ્યમાં પણ ખેડૂતોએ બટાકાનું વાવેતર કરતા માંગ કરતા વિપુલ પ્રમાણમાં બટાકા ઉત્પાદન થયું છે ગુજરાતમાં રોગચાળાના કારણે સ્ક્રેપ પડી જતાં બટાકાનું વાવેતર કરીને બેઠેલા સેંકડો ખેડૂતો હવે સરકાર સામે મીટ માંડીને બેઠા છે. સરકાર સબસિડી જાહેર કરે તેવી માગણી ખેડૂતો કરી રહ્યા છે.

Advertisement

બટાકા કાઢવાની સિઝન ચાલી રહી છે પણ ગગડેલા ભાવના કારણે ખેડૂતોને આંખે પાણી આવી રહ્યા છે. એલઆર, પોખરાજ અને બાદશાહ જેવા બટાકાનું ખેડૂતો વાવેતર કરે છે અને તેમાં ચાલુ વર્ષે પોખરાજના ભાવ તળિયે પહોંચ્યા છે. બટાકામાં દાગના કારણે ક્વોલિટી સારી મળતી નથી અને જેના કારણે વેપારીઓ પણ ખરીદી કરવાનું ટાળી રહ્યા છે. વેફર બનાવતી કંપનીઓએ અગાઉ સોદા કર્યા હોવાથી એલઆર રૂ.230 અને લોકરના રૂ.170 રૂપિયા મળી રહ્યા છે બીજીબાજુ પોખરાજના સોદા થતા ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ક્વોલિટી સારી એવી ન મળતાં વેપારીઓ ખરીદી કરવાનું ટાળી રહ્યા છે. બટાકાની માંગમાં સતત ઘટાડો થવાના કારણે ખેડૂતો માટે આગામી સમય મુશ્કેલીભર્યો બની રહેવાનો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!