અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને વેપલાને અટકાવવા શખ્ત કાર્યવાહી કરી રહી છે મોડાસા રૂરલ પોલીસે ટીંટોઈ નજીક નાકાબંધી કરી અંતરિયાળ માર્ગો પરથી થતી દારૂની ખેપ પર બ્રેક મારી હતી કુડોલ તરફથી દારૂ ભરેલી સ્વીફ્ટ કારમાંથી 1.20 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડી નાકાબંધી જોઈ ફરાર બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
મોડાસા રૂરલ પોલીસે ટીંટોઈ-કુડોલ રોડ પર નાકાબંધી કરી રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા રાજસ્થાન તરફથી દારૂ ભરેલી કારનો ચાલક નાકાબંધી જોઈ રોડ પર કાર મૂકી ફરાર થઇ જતા પોલીસે સ્વીફ્ટ કારની વચ્ચેની અને પાછળની ડેકીમાંથી વિદેશી દારૂની બોટલ-ક્વાટર નંગ-576 કીં.રૂ.1.20 લાખ રૂપિયાનો જથ્થો જપ્ત કરી વિદેશી દારૂ અને કાર મળી રૂ.4.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર કાર ચાલક બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી