33 C
Ahmedabad
Thursday, April 25, 2024

સાબરકાંઠા : વિજયનગર તાલુકામાં આયુર્વેદિક ઔષધી સમાન કેસુડો ફૂલોથી ખીલી ઉઠ્યો,કેસુડાના ફૂલોથી ધુળેટી રમવાની પ્રથા વિસરાઈ


વિજયનગર તાલુકામાં શિયાળાના અંતમાં કેસુડો મનમોહક ફુલોથી ખીલી ઉઠેછે જાણે ફાગણ મહીનાના વધામણાં કરતો હોય તેવું લાગે છે રસ્તાઓમાં અનેક જગ્યાએ કેસુડાના ફૂલો જોવા મળી રહયા છે. વિજયનગર સહિત ગ્રામ્ય વિસ્તારોના અનેક માર્ગો પર આકર્ષણ જમાવ્યું છે ફૂલગુલાબી ઠંડીની મોસમ પૂરી થતા જ રંગોના તહેવાર હોળીના વધામણા લઈને હોળી નજીક આવતાની સાથે જ વનરાઈ ફૂલોના મહારાજા કેસુડા સોળે કળાએ ખીલી ઉઠે છે.

Advertisement

શિયાળાની વિદાય બાદ પાનખરની શરૂઆત સાથે વસંતઋતુમાં ખાખરે કેસુડો મૌર્ય હોય જેના લીધે પાનખરમાં પણ પ્રકૃતિનો નિખાર તરી આવે છે જંગલોમાં પણ મનમોહક માધુર્ય રેલાઈ એ સ્વાભાવિક છે. આજના ગ્લોબલ વોર્મિંગ જેવી સ્થિતિઓ અને કેમિકલના યુગમાં કુદરતી વનસ્પતિના રંગોથી ભલે ધુળેટી રમતું નહીં હોય પરંતુ હોળી ધુળેટીમાં કેસુડો અવશ્ય યાદ આવ્યા વગર રહે નહીં વિજયનગર તાલુકા  ગામડાઓમાં જુના વડીલ લોકો જણાવી રહ્યા છે કે વાસ્તવમાં કેસુડાના ફૂલો અને કસુંબલ રંગ હોળી ધુળેટી રમવા પાછળનો સ્વચ્છતા આરોગ્ય પ્રદ હેતુ રહેલો છે.

Advertisement

ફાગણ મહિનાના આગમન ટાણે કેસુડાના ફૂલ ખીલતા હોય છે.ઉનાળાના ચાર મહિનાની ગરમીથી રક્ષણ માટે કેસુડો ખૂબ જ ઉપયોગી છે કેસુડાના ફૂલને સૂકવીને આખી રાત પાણીમાં પલાળી રાખ્યા બાદ તેનો પાવડર બનાવી પાણી સાથે ભેળવીને ત્વચા પર લગાવવાથી ત્વચાનું આરોગ્ય બળબળતા તાપમાં પણ જળવાઈ રહે તેવા કેસુડામાં ઔષધિ ગુણો રહેલા છે ઉનાળા દરમિયાન થતા ચામડીના રોગોને માનવ શરીરથી દૂર રાખવામાં ખૂબ ઉપયોગી નીવડે છે હાલ કેમિકલ રંગોના મોહમાં કેસુડાની જગ્યાએ કેમિકલ રંગોના લીધે આરોગ્ય સુધરવાની વાત બાજુ પર રહી પરંતુ બગડે છે વધારે વાત આપણે ભૂલી રહ્યા છીએ આપણા વડવાઓ જે તે સમયે જંગલોમાં થતી દરેક વનસ્પતિઓના માનવ શરીર માટે ઔષધિય ગુણો ધરાવતી હોય અને પહેલાના સમયે તેનો ભરપૂર ઉપયોગ કરીને તંદુરસ્ત જીવન જીવવા માટે ઔષધ તરીકે ઉપયોગી બની રહે છે

Advertisement

આમ માત્ર ધુળેટી રમવા પૂરતું સીમિત નથી  પરંતુ કેસુડો એક અમૂલ્ય ઔષધિ તરીકે અને અસંખ્ય રોગોને શરીરથી દૂર રાખી તંદુરસ્ત રાખવામાં મહત્વપૂર્ણ છે, જેનો વસંત ઋતુમાં ખાખરે ખીલેલો કેસુડો ઉદાહરણ રુપછે. ધુળેટિના તહેવારની 5 દિવસ ની વાર છે પણ હાલમાં મહા મહીનામાં કેસુડા ફુલોથી ખીલી ઉઠયાછે .

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!