31 C
Ahmedabad
Saturday, May 11, 2024

તબીબ સાયબર ગઠીયાની ઝાળમાં આબાદ સપડાયો : મોડાસાના તબીબ ને સસરાના એકાઉન્ટ સીઝ થયું જણાવી 1 લાખ ખંખેરી લીધા


ડિજિટલ પેમેન્ટ અને ઓનલાઈન બેંકિંગના વધતા જતા ચલણને કારણે સાયબર ક્રાઈમ્સમાં પણ વધારો થયો છે.સાયબર ક્રાઈમ કરતી ગેંગ બેંક માંથી એનકેન પ્રકારે ગ્રાહક અને તેના પરિવારજનોની માહિતી એકત્રીત કરી ઓનલાઈન બેંકિંગ ઉપયોગ કરતા લોકોને ફોન કરી વાતોની માયાઝાળમાં ફસાવી લાખ્ખો રૂપિયા સેરવી લેતા હોય છે મોડાસા શહેરમાં રહેતા વેટેનરી તબીબને સસરાના બેંક એકાઉન્ટ સીઝ કરવાનું કહી તેમાં રહેલી 1.26 લાખ રૂપિયા તબીબના ખાતામાં ટ્રાન્સફર કરવાની લાલચ આપી ફોન-પે મારફતે 1 લાખ રૂપિયાનો ચૂનો લગાવતા તબીબે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

Advertisement

મોડાસા શહેરની નાલંદા-2 સોસાયટીમાં રહેતા અને મુનાઈ ગામના સાબર ડેરીમાં વેટેનરી તબીબ તરીકે ફરજ બજાવતા જેકી નરેશભાઈ ચૌધરીને થોડા દિવસ અગાઉ સાબરકાંઠા સહકારી બેંકના મેનેજર તરીકે ઓળખાણ આપી તેમના સાસુ-સસરા અંગે પૂછપરછ કરી વિશ્વાસ કેળવી તમારા સસરા હીરાભાઈ મુળાભાઈ પટેલનું સાબરકાંઠા બેંકમાં આવેલ સેવીંગ એકાઉન્ટમાં ટ્રાન્જેક્શન વધુ થતા હોવાથી સીઝ કરવામાં કરવામાં આવ્યું છે અને ખાતામાં રહેલા 1.26 લાખ રૂપિયા તમારા ખાતામાં ટ્રાન્સફર કરવા જણાવી તમારું નામ અને મોબાઈલ નંબર આપ્યો છે કહીં તમારા ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવવા પહેલા અમારી બેંકના ખાતામાં 50 હજાર જમા કરાવવા પડશે જણાવતા વિશ્વાસમાં આવી ગયેલ તબીબે સાયબર ચીટરે આપેલ ફોન-પે એકાઉન્ટ મોબાઈલ નંબર આપતા તબીબ ત્રણ ટુકડે 50 હજાર ભરી દીધા હતા અને સસરા અને તબીબે કરેલ જમા રૂપિયા તબીબના ખાતામાં જમા કરાવવા જણાવતા ગઠિયાએ વધુ એક ઝાળ બિછાવી ટુકડે ટુકડે રૂપિયા ભર્યા હોવાથી બેંક એકાઉન્ટ ટ્રાન્જેક્શન રિજેક્ટ કરતું હોવાનું જણાવી અન્ય ફોન-પે એકાઉન્ટ પર એક સાથે 50 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવવાનું જણાવતા તબીબે 50 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા ત્યાર બાદ સાયબર ગઠિયાએ ફોન બંધ કરી દેતા તબીબ આબાદ છેતરપિંડીનો ભોગ બનતા ચોંકી ઉઠ્યા હતા અને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તપાસનો ધમધમાટ શરુ થયો છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!