29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી: ભિલોડા-ઈડર ધોરીમાર્ગ પર કિશનગઢ નજીર બાઈક સવારને નડ્યો અકસ્માત, પાલ્લાના આશાસ્પદ...

અરવલ્લી: ભિલોડા-ઈડર ધોરીમાર્ગ પર કિશનગઢ નજીર બાઈક સવારને નડ્યો અકસ્માત, પાલ્લાના આશાસ્પદ યુવાનનું મોત

0
207

ભિલોડા – ઈડર ધોરીમાર્ગ પર કિશનગઢ ગામના એસ.ટી.બસના પીક – અપ સ્ટેન્ડ પાસે ગોઝારા વળાંકમાં ભિલોડા તાલુકાના પાલ્લા ગામના 26 વર્ષીય બાઈક

સવાર આશાસ્પદ યુવાન અંકિતભાઈ હરેશભાઈ જોષી (મહા સચિવ,બ્રહ્મદેવ સમાજ,અરવલ્લી) નું આકસ્મિક અવસાનના સમાચાર વાયુવેગે સમગ્ર પંથકમાં પ્રસરતા ધેરા શોકની કાલીમા છવાઈ ગઈ છે.ધટના સ્થળ પર લોકોના ટોંળે – ટોંળા એકત્રિત થઈ ગયા હતા.

આધારભુત સુત્રો ધ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ભિલોડા તાલુકાના પાલ્લા ગામના રહેવાસી અંકિતભાઈ હરેશભાઈ જોષી / હિરો પેશન / બાઈક નંબર. G.J.09.DK.6152 લઈ ને ઈડર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન કોઈ પણ અગમ્ય કારણોસર બાઈક ચાલક આશાસ્પદ યુવાને બાઈક પર નું બેલેન્સ એકા-એક ગુમાવી બેસતા બાઈક ધોરીમાર્ગ પર પટકાયા બાદ ધઉંના ખેતર તરફ ખેંચાઈ જતા યુવાનના

શરીર પર વત્તા – ઓછા પ્રમાણ ઈજાઓ પહોંચી અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ વાન મારફતે કોટેઝ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા પરંતુ વધુ સારવાર અર્થે હિંમતનગર પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડાયા હતા.આશાસ્પદ યુવાન નું સારવાર દરમિયાન કરૂણ મોત નિપજતા સમગ્ર પંથકમાં ધેરા શોકની કાલીમા છવાઈ ગઈ છે.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!