36 C
Ahmedabad
Tuesday, April 23, 2024

અરવલ્લી : મોડાસાની 10 પ્રાથમિક શાળાઓ નગરપાલિકા જપ્ત કરી લે તો નવાઈ નહીં….જીલ્લા પંચાયત હસ્તકની શાળાઓમાં નોટિસ ચિપકાવી


મોડાસા નગરપાલિકા દ્વારા વર્ષે આકારણી કરાતાં મિલક્ત વેરા સહિતનો ટેક્ષ વસૂલવા પાલિકા દ્વારા છેલ્લા વિશેષ ઝુંબેશ ચલાવાઈ હતી.

Advertisement

પાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવસારની રાહબરી હેઠળ વેરા વસૂલાત અંગેની કામગીરીમાં ઇન્ચાર્જ ટેક્ષ સુપ્રીન્ટેન્ડેન્ટ અને તેમની ટીમ દ્વારા ચાલુ વર્ષે 5 કરોડ જેટલો વેરો અંકે કરાયો છે નગરપાલિકાનો બાકી 2.38 કરોડ રૂપિયા જેટલો ટેક્ષ ઉઘરાવવા શખ્ત કાર્યવાહી હાથધરી છે

Advertisement

મોડાસા શહેરમાં આવેલી જીલ્લા પંચાયત હસ્તકની 10 પ્રાથમિક શાળાઓનો અંદાજે 7 લાખ રૂપિયા બાકી વેરા વસુલાત માટે સતત નગરપાલિકા વેરા વસુલાત ટીમ દ્વારા રૂબરૂ જઈ માંગણી કરવા છતાં દસ પ્રાથમિક શાળાઓનો 7 લાખ રૂપિયા બાકી વેરો ભરવા પાછી પાની કરતા આખરે ઇન્ચાર્જવ વેરા વસુલાત અધિકારી અને તેમની ટીમે શાળામાં નોટિસ ચોંટાડી ત્રણ દિવસમાં વેરો નહીં ભરાવમાં આવે તો પોલીસ પ્રોટેક્શન સાથે રકમ સ્થળ પર વસૂલી લેવા સ્થાવ જંગમ મિલકત જપ્ત કરી ટાંચમાં લેવામાં આવશે તેમજ નગરપાલિકા દ્વારા પુરી પાડવામાં આવતી આવશ્યક સેવાઓ બંધ કરવાની જરૂર પડશેની નોટીસમાં ચીમકી ઉચ્ચારવામાં આવી છે

Advertisement

આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણીના પગલે સરકારે વર્ષોથી ટેક્ષ બાકી ધારકો માટે વ્યાજ અને નોટીસ માફી આપવા છતાં ટેક્ષ નહી ભરનાર રીઢા બાકીદારોની મિલક્તો જપ્ત કરી હરાજી કરવા સુધીની કાર્યવાહી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવનાર હોવાની સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઇ હતી મોડાસા નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ મિલક્તોમાં ધારકો પોતાની મિલક્તનો હજુ બાકી ટેક્ષ રૂ.2.38 કરોડથી વધુ રકમ ભરતા નથી તેવા રીઢા બાકીદારોની મિલક્તો જપ્ત કરવાથી માંડી આવી મિલક્તોની હરાજી કરી દેવામાં આવનાર હોવાનું પાલિકા તંત્ર દ્વારા જણાવાયું છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!