29 C
Ahmedabad
Friday, April 19, 2024

ધરોઈ ડેમ પર ફિશરીઝ સબસીડીના ઇન્સ્પેક્શન અર્થે ગયેલા IAS અધિકારી પર 12 શખ્સોએ હુમલો કર્યો


 

Advertisement

વડાલી પોલીસે ૧૨ લોકો સામે ફરિયાદ નોંધી,૩ આરોપીઓને જડપી લીધા, અન્ય નવ ઇસમો વોન્ટેડ

Advertisement

ધરોઇ ડેમ ખાતે ફિશની સબસીડીના ઇન્સ્પેક્શન અર્થે ફિશરીઝ કમિશનર નિતીન સાંગવા તેમની ટીમ સાથે પહોંચ્યા હતા. આ દરમિયાન કેટલીક અનિયમિતતા તેમના ઘ્યાને આવી હતી જેને લઈ કમિશનરે ફીશરીઝ મંડળીઓના સંચાલકોને પૂછપરછ કરી હતી અને ખુલાસા માંગ્યા હતા. આ દરમિયાન ઉશ્કેરાઈ ગયેલ એક શખ્સે કમિશનર નીતિન સાંગવાને પગના ભાગે બચકું ભર્યું હતું અને તેમની ઉપર હુમલો કરીને પેટના ભાગ ઉપર ઇજાઓ પહોંચાડી હતી,અધિકારી પર હુમલાને પગલે તેઓએ સ્થળ પર જ બેહોશ થઈ ગયા હતા. આ દરમિયાન અન્ય અધિકારીઓએ સૂઝબૂઝ વડે અન્ય બોટની ત્વરીત વ્યવસ્થા કરીને ખાટલામાં સુવડાવી તેઓને બોટમાં સુવડાવીને કિનારા પર લઈ આવીને નજીકમાં મહેસાણાના સતલાસણાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેઓને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

Advertisement

અને પોલીસને બોટમાં જ તેઓની પાસે પોલીસને ફરિયાદ નહિ કરે તેવું લખાણ કરાવ્યું હતું અને લખાણ કરાવીને સહીઓ કરાવી હતી, તેઓને આ પ્રકારનું લખાણ નહીં કરે તો ડેમમાં નાખી દેવાની ધમકી આપતા દબાણપૂર્વક આ પ્રકારનું લખાણ અધિકારી પાસે કરાવવામાં આવ્યું હતું. સમગ્ર મામલે કમિશનરે ૧૨ શખ્સો સામે વડાલી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી .

Advertisement

તપાસના પગલે વડાલી પોલીસે 3 આરોપીઓની આ મામલામા ધરપકડ કરી છે અને તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. વડાલી પોલીસે અન્ય આરોપીઓની પણ શોધખોળ હાથ ધરી છે અને આ માટે પોલીસની ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!