29 C
Ahmedabad
Tuesday, April 23, 2024

મહિલા વ્યાજખોરનો આતંક : કુણોલ (નવાઘરા)ના પશુપાલકે 2.50 લાખ ના દસ ટકા લેખે 4.50 લાખ પરત આપ્યા છતાં 7 લાખનો ખોટો કેસ કર્યો


મહિલા વ્યાજખોરનો આતંક : કુણોલ (નવાઘરા)ના પશુપાલકે 2.50 લાખ ના દસ ટકા લેખે 4.50 લાખ પરત આપ્યા છતાં 7 લાખનો ખોટો કેસ કર્યો

Advertisement

અરવલ્લી જીલ્લામાં વ્યાજખોરીના દુષણને ડામવા માટે જીલ્લા પોલીસતંત્રએ લોક દરબાર યોજી વ્યાજંકવાદનો ભોગ બનેલા લોકોને ઉંચા દરે નાણાં ધીરી ગેરકાયદેસર વ્યાજ વસુલાત કરતા શખ્સો સામે ફરિયાદ નોંધાવવા આહવાન કરી વ્યાજંકવાદીઓ સામે ઝુંબેશ ચલાવી હતી તેમ છતાં વ્યાજખોરો બેફામ બન્યા છે

Advertisement

મોડાસા શહેરની ઋષિકેશ સોસાયટીમાં રહેતી વ્યાજખોર મહિલાએ કુણોલ (નવાઘરા)ના અને સાસરીમાં રહી ખેતી કરતા પશુપાલકને 2.50 લાખ રૂપિયા દસ ટકે આપી 4.50 લાખ ટુકડે ટુકડે ખંખેરી લીધા પછી વધુ 7 લાખની માંગણી કરી ચેક રીટર્નનો કેસ કરતા આખરે પશુપાલકે મહિલા વ્યાજંકવાદી સામે ઇસરી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે

Advertisement

મોડાસા શહેરની ઋષિકેશ સોસાયટીમાં રહેતી હર્ષદકુમારી પુજયરાજસિંહ પરમાર નામની મહિલા મેઘરજના કસાણા પંથકમાં લોકોને ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજે નાણાં આપતી હોવાથી કસાણા લીમડા પાદરમાં રહેતા દિલીપભાઈ લક્ષ્મણભાઈ કટારા 5 વર્ષ અગાઉ હર્ષદકુમારીના સંપર્કમાં આવ્યા હતા તેની પાસેથી સૌપ્રથમ 20 હજાર રૂપિયા દસ ટકા વ્યાજે લઇ ચૂકવી દીધા હતા ત્યારબાદ પશુઓ ખરીદી માટે અઢી વર્ષના સમયગાળા દરમિયાન 2.50 લાખ દસ ટકે લીધા હતા પશુપાલક દૂધ ભરાવી પૈસા ચૂકવતો હતો તેમજ કેસીસી લોન લઇ 1.50 લાખ રોકડા આપ્યા હતા અઢી વર્ષ દરમિયાન 4.50 લાખ પરત ચૂકવી દીધા હોવા છતાં ગેરંટી તરીકે આપેલ ચેકમાં 7 લાખ રકમ ભરી ચેક રીટર્ન કેસ કરતા પશુપાલક અને તેનો પરિવાર ફફડી ઉઠ્યો હતો અને આખરે વ્યાજના વિષચક્રમાં ફસાયેલ પશુપાલકે ઈસરી પોલીસનો સહારો લીધો હતો
ઇસરી પોલીસે કુણોલ (નવાઘરા) ગામના દિલીપભાઈ લક્ષ્મણભાઈ કટારાની ફરિયાદના આધારે હર્ષદકુમારી પુજયરાજસિંહ પરમાર (રહે,ઘર.નં -9 ઋષિકેશ સોસાયટી,માલપુર રોડ,મોડાસા) વિરુદ્ધ કલમ-154 હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!