28 C
Ahmedabad
Friday, April 19, 2024

શામળાજી બેંક ઓફ બરોડાના કર્મચારીને અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપી 14.65 લાખ પડાવ્યા : લોન એપ્લિકેશનનો ભોગ બન્યો


શામળાજી બેંક ઓફ બરોડાના કર્મચારીને અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપી 14.65 લાખ પડાવ્યા : લોન એપ્લિકેશનનો ભોગ બન્યો

Advertisement

ઇન્ટરનેટના યુગમાં ટેક્નોલોજીએ લોકોની સુવિધા સાથે મુસીબતો પણ વધારી દીધી છે દરરોજ અનેક લોકો સાયબર ગેંગનો શિકાર બની રહ્યા છે શામળાજી બેંક ઓફ બરોડાના કર્મચારીને મોબાઈલમાં લોન એપ્લિકેશનની લિંક આવતા એપ ખોલતા કર્મચારીના ખાતામાં 12 હજાર રૂપિયા લોનરૂપી જમા થયાના સાત દિવસ પછી સાયબર ગેંગે વોટ્સઅપ પર કર્મીના અશ્લીલ ફોટા મોકલી વાયરલ કરવાની ધમકી આપી ફોન પે મારફતે 14.65 લાખ રૂપિયા પડાવી લેતા અને વારંવાર બ્લેક મેઈલ કરતા બેંક કર્મીએ શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

Advertisement

ભિલોડા તાલુકાના ખેરંચા ગામના અને શામળાજી બેંક ઓફ બરોડામાં ફરજ બજાવતા વિશાલ રમેશભાઈ પંચાલ નામના કર્મીને 11 મહિના અગાઉ અજાણ્યા નંબર પરથી કેસ એડવાન્સ અને રૂપી પાર્ક નામની લોન એપ્લિકેશનની લિંક આવતા લિંક ડાઉનલોડ કરતા તેમના ખાતામાં લોન મંજુર થઇ રૂ.12093 જમા થતા કર્મચારી ખુશ થઇ ગયો હતો કર્મીનો મોબાઇલ હેક કરી તેના જ મોર્ફ કરેલા ફોટા સાત દિવસ પછી વોટ્સઅપ પર મોકલી બ્લેક મેઈલ કરી રૂ.20156 ફોન પે મારફતે પડાવી લીધા પછી ફરીથી તેના ખાતામાં રૂ.12093 પરત મોકલી અલગ અલગ સાયબર ચીટરોએ ફોન કરી બિભસ્ત ફોટા વાયરલ કરવાની ધમકી આપી 11 મહિનામાં જુદા-જુદા યુપીઆઈ આઈડી મારફતે રૂ.1465670/- રૂપિયા ખંખેરી લીધા હતા બેંક કર્મીએ અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!