અરવલ્લી જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા કેટલાક ભ્રષ્ટ અધીકારીઓ અને કર્મચારીઓ ખાખીને દાગ લગાવી રહ્યા છે સીક્કાની બીજીબાજુ જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા અધિકારીઓ અને પોલીસકર્મીઓની ઉમદા અને માનવતા ભરી કામગીરી ખાખીને ચાર ચાંદ લગાવી રહી છે મોડાસા શહેરના ખલીકપુર ગામ નજીક પરિવારથી વિખુટી પડી ગયેલી બે વર્ષીય બાળકીના પરિવારને ટાઉન પોલીસે ગણતરીની મિનિટ્સમાં શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવતા બાળકી અને તેની માતા ખુશીથી ઝુમી ઉઠી હતી
મોડાસાના ખલીકપુર નજીક બે વર્ષીય બાળકીને રડતી હાલતમાં એક પરિવારની મહિલાની નજરે પડતા બાળકી કોઈ અનિચ્છનીય ઘટનાનો ભોગ ન બને તે માટે મહિલા તેના ઘરે લઇ ગઈ હતી બાળકી ગભરાઈ ગયેલી હોવાથી પરિવારે શાંત્વના આપી ટાઉન પોલીસનો સંપર્ક કરતા પોલીસ કાફલો તાબડતોડ સ્થળ પર પહોંચી બે વર્ષીય બાળકીના પરિવારની શોધખોળ હાથધરી હતી અને ગણતરીના કલાકોમાં બાળકીના પરિવારને શોધી કાઢ્યો હતો અને બાળકીનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું ખલીકપુર સરપંચ અને ગામલોકોએ પોલીસતંત્રની કામગીરીની સરાહના કરી હતી
મોડાસાના બાયપાસ રોડ પર કેનાલ નજીક રહેતા શ્રમજીવી પરિવારમાં પતિ-પત્ની વચ્ચે ઝગડો થતા પતિ પત્નીને મારવા દોડતા તેની પત્ની ચાર બાળકો સાથે રોડ ક્રોસ કરવા જતા બે વર્ષીય બાળકી તેની માતાથી વિખુટી પડી ગઈ હતી અને રડતી રડતી નજીક ખલીકપુર વિસ્તારમાં પહોંચી હતી સદનસીબે એક મહિલાની નજર બે વર્ષીય રડતી બાળકીને નિઃસહાય હાલતમાં જોતા દિલ દ્રવી ઉઠ્યું હતું અને દીકરીને તેના ઘરે લઇ ગયા પછી ટાઉન પોલીસનો સંપર્ક કર્યો હતો મહિલાની જાગૃતતા ના પગલે બે વર્ષીય બાળકી અનિચ્છનીય ઘટનાનો ભોગ બનતા બચી ગઈ હતી