29 C
Ahmedabad
Friday, April 26, 2024

Exclusive: ભણતરનો ભાર કે અપહરણ ? શામળાજી પંથકમાં ધોરણ 10 ના વિદ્યાર્થીનું અપહરણ થતાં અનેક સવાલો


પરીક્ષાની શરૂઆત થવા જઈ રહી છે આ પહેલા અરવલ્લી જિલ્લામાં એક એવી ઘટના સામે આવી છે કે, જેનાથી શિક્ષણ વિભાગમાં ખળભળાટ જ્યારે પોલિસ બેડામાં દોડધામ મચી જવા પામી છે. અરવલ્લી જિલ્લાના શામળાજી પંથકમાં એક વિદ્યાર્થીના અપહરણની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

Advertisement

14 માર્ચથી સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે આ વચ્ચે ધોરણ 10 માં અભ્યાસ કરતો એક સગીર અચાનક ગૂમ થઈ જતાં પરિવારજનો ચિંતિત થયા છે તો બીજી બાજુ વિદ્યાર્થીના ગૂમ થતાં જ પોલિસમાં દોડધામ મચી જવા પામી છે. આ અંગે પોલિસને અરજી મળતા જ પોલિસે તાત્કાલિક ગૂમ થયેલા વિદ્યાર્થીને શોધવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે.

Advertisement

શામળાજી પોલિસ મથકે આ અંગે ફરિયાદ નોંધાઈ છે જેમાં અજાણી વ્યક્તિ વિદ્યાર્થીને લલચાવી ફોસલાવી વાલીપણામાં અપહરણ કરીને લઈ જઈ ગુનો કર્યો હોવાની પોલિસે ફરિયાદ નોંધી છે, ત્યારે સવાલ એ થાય છે કે, વિદ્યાર્થી ભણતરના ભારથી ચાલ્યો ગયો કે, તેનું અપહરણ થયું છે તે એક સવાલ છે. હાલ તો પોલિસે સમગ્ર ઘટનાની ગંભીરતા દાખવી વિદ્યાર્થીના ગૂમ થતાં જ શોધખોળ હાથ ધરી દીધી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!