33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ “એક દુજે કે લિયે” એક પ્રેમી પંખીડાએ ઝાડે લટકી આપઘાત કર્યો :...

“એક દુજે કે લિયે” એક પ્રેમી પંખીડાએ ઝાડે લટકી આપઘાત કર્યો : લાલોડિયાની સીમમાં ઝાડ સાથે લટકેલી સગીરા અને યુવકની લાશ મળી

0
180

જીવનમાં એક નહીં થઈ શકે તેવું લાગતા સજોડે આત્મહત્યા કરી હોવાની ચર્ચા

મેઘરજ તાલુકાના લાલોડિયા ગામની સીમમાં લીમડાના ઝાડ સાથે સાડી વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં ગામની સગીરા અને ખાનપુરના છાણી ગામના યુવકનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી હતી સગીરાના પરિવારજનો સહીત લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા ઝાડ સાથે સગીરા-યુવક યુવતીનો મૃતદેહ મળી આવતા મેઘરજ પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી મૃતક બંનેની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

પ્રાપ્ત માહિતી અનુસાર,મેઘરજના લાલોડિયા ગામની સીમમાં પ્રેમી પંખીડાએ ઝાડ સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ ફાની દુનિયાને અલવિદા કરી દેતા ભારે ચકચાર મચી હતી લાલોડિયા ગામની 17 વર્ષીય સગીરા અને મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના છાણી ગામના 20 વર્ષીય મુકેશ જાલુભાઈ ડામોર મુગ્ધાઅવસ્થાના ઉંબરે હોવાથી પ્રેમ પાંગર્યો હતો પ્રેમી યુગલ કયારેય એક નહીં થઈ શકે એ વાતના વસવસા સાથે એકબીજાના વિરહમાં દિવસો પસાર કરતાં હતાં અને જીવવા મારવાનો કોલ આપ્યો હોય તેમ બંનેએ સજોડે આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી હતી મેઘરજ પોલીસ સ્ટેશનમાં અગમ્ય કારણોસર સગીરા અને યુવકે લીમડાના ઝાડ સાથે સાડી બાંધી આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે ત્યારે સગીરા અને યુવકની લટકતી હાલતમાં લાશ મળી આવતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા હતા

મેઘરજ પોલીસે મૃતક સગીરાના પિતાની જાહેરાતના આધારે બંને મૃતકની લાશને પીએમ માટે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!