33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત સાબરકાંઠા – અરવલ્લી જિલ્લા દ્વારા કરણપુર ખાતે શ્રી ગાયત્રી યજ્ઞ અને મંડળની...

સાબરકાંઠા – અરવલ્લી જિલ્લા દ્વારા કરણપુર ખાતે શ્રી ગાયત્રી યજ્ઞ અને મંડળની બેઠક યોજાઈ

0
157

 

આંજણા (ચૌધરી) પટેલ સમાજ સેવા મંડળ સાબરકાંઠા – અરવલ્લી જીલ્લા ધ્વારા કરણપુર મુકામે રાખેલ જમીન પર શ્રી ગાયત્રી યજ્ઞનું ભકિતભાવ પુર્વક આયોજન કર્યું હતું.મહા પ્રસાદી સૌ-કોઈએ ગ્રહણ કર્યા બાદ મંડળની અગત્યની બેઠક હોદ્દેદાર ડાહ્યાભાઈ પુંજાભાઈ પટેલ (વડાલી) ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.મંદિરનું કામકાજ ઝડપી થાય અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે નું સેન્ટર બાળકોના ભાવીને ધ્યાનમાં રાખી ઝડપથી તૈયાર કરવા દામુભાઈ પ્રભુજીભાઈ પટેલ (ભિલોડા) ને કન્વીનર તરીકે નિમણૂંક કરીને હાલમાં નવ સભ્યોની કમિટીની રચના કરાઈ છે.મંદિર અને કોમ્પૂટેશન તાલીમ સેન્ટરની કમિટી પોત – પોતાની બેઠકો નો દોર શરૂ કરશે, ઝડપથી તમામ કામકાજ વહેલી તકે પુર્ણ થાય તેમ જણાવ્યું હતું.

અરવલ્લી જીલ્લામાં અર્બુદા રથ નું ભ્રમણ એપ્રિલ – ૨૦૨૩ થી શરૂ કરવાનું સર્વાનુમતે નક્કી કર્યું છે.મોટી સંખ્યામાં સામાજીક આગેવાનો સહિત સૌએ તન-મન-ધન થી હાજરી આપવા બદલ મહામંત્રી કેશુભાઈ પી.પટેલ એ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!